McDonald’s, KFC, Pizza Hut, Burger king જેવી રેસ્ટોરન્ટના ફૂડમાં કાંદા નહીં મળે, આ કારણે લેવાયો નિર્ણય

ન્યુયોર્ક: યુએસએમાં લોકપ્રિય ફાસ્ટફૂડ બ્રાંડ મેકડોનાલ્ડ્સના બર્ગરમાં ઈ-કોલી બેક્ટેરિયાની હાજરી જણાતા ખળભળાટ (E-Coli Bacteria in McDonald’s burger)મચી ગયો છે, બર્ગર આરોગ્યા બાદ 10થી વધુ લોકો બીમાર પડ્યા હતાં અને એકનું મોત થયું હતું, જેને કારણે યુએસનો રેસ્ટોરન્ટ ઉદ્યોગ એલર્ટ પર છે. તપાસમાં જાણવા મળ્યું કે બર્ગરમાં વપરાતા કાંદામાં બેક્ટેરિયા મળી આવ્યા હતાં, જેને કારણે McDonald’s ઉપરાંત અન્ય રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સે પણ તેના ફૂડસમાંથી કાંદાની બાદબાકી કરી છે.
યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને મંગળવારે જણાવ્યું હતું કે કે મેકડોનાલ્ડ્સના ક્વાર્ટર પાઉન્ડર્સ બર્ગરમાં વપરાતી પહેલાથી કપાયેલી ડુંગળીમાં ઈ-કોલી બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. એવામાં બર્ગર કિંગે જાહેર કર્યું છે કે તેઓ આખા કાંદા ખરીદે છે, અને ત્યાર બાદ કાંદા રેસ્ટોરન્ટમાં છોલવામાં આવે છે અને કાપવામાં આવે છે.
મેકડોનાલ્ડ્સે તેના 13,000 કરતાં વધુ યુએના રેસ્ટોરન્ટ્સમાંથી લગભગ 20 ટકા લોકપ્રિય પ્રોડક્ટ્સ પાછા ખેંચી લીધા છે અને બેક્ટેરિયાના સ્ત્રોતની પુષ્ટિ કરવા માટે આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.
Taco Bell, Pizza Hut અને KFC જેવી રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સની માલિકી ધરાવતી Yum! Brands Inc. એ તેના ફૂડમાંથી કાંદાની હાલ પુરતા દુર કર્યા છે, હવે લોકોને આ રેસ્ટોરન્ટના ફૂડમાં કાંદા નહીં મળે. કંપનીએ એક નિવેદનમાં સાવધાનીના ભાગ રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીએ ગુરુવારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કયા સ્ટોર્સ અને પ્રદેશોને અસર થઈ છે.
કંપનીએ જણાવ્યું કે, “અમે અમારા ફૂડની સેફટી અને ક્વોલીટીની ખાતરી કરવા માટે ગાઈડલાઈન્સનું પાલન કરીશું.”
બર્ગર કિંગે ગુરુવારે જણાવ્યું હતું કે તે ટેલર ફાર્મ્સ (Taylor Farms)દ્વારા સંચાલિત કોલોરાડોની ફેસેલીટીથી કેટલાક કાંદાની સપ્લાય મળે છે. આ ફેસેલીટીએ જ મેકડોનાલ્ડ્સની રેસ્ટોરન્ટ્સને કાંદાની સપ્લાય કરી હતી.
બુધવાર સુધી E. coli ના કોઈ નિશાન ન મળ્યા હોવા છતાં ટેલર ફાર્મ્સે તેના પીળા કાંદાની કેટલીક બેચને પાછી ખેંચી છે. જોની રોકેટ્સ સહિત ઘણી રેસ્ટોરન્ટની માલિકી ધરવતી ફેટ બ્રાન્ડ્સ ઇન્ક.એ જણાવ્યું હતું કે તેણે ટેલર ફાર્મ્સના તમામ પ્રકારના કાંદા પાછા ખેંચી લીધા છે.
Arby’s, Buffalo Wild Wings, Sonic, Jimmy John’s, Baskin-Robbins and Dunkin’ ની માલિકી ધરાવતી Inspire Brands Inc.એ કહ્યું તેઓ ટેલર ફાર્મસ પાસેથી કાંદા ખરીદતા નથી.