ઇન્ટરનેશનલ

South Korea અમારી 0.001mm જમીન છીનવશે તો એને ‘યુદ્ધ ઉશ્કેરણી’ માનવામાં આવશે:  Kim Jong Un

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક નેતા કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે જો દક્ષિણ કોર્યા તેમના દેશના વિસ્તારના એક મિલિમીટરથી પણ ઓછા ( 0.001 મિ.મી.) વિસ્તારનું જમીન છીનવશે, તો પણ તેને યુદ્ધ માટે ઉશ્કેરણી તરીકે ગણવામાં આવશે, એમ ઉ. કોરિયાની મીડિયા ટીમે મંગળવારે જણાવ્યું હતું.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતાએ એમ પણ કહ્યું હતું કે પ્યોંગયાંગ બે દેશોની વાસ્તવિક દરિયાઇ સરહદ, ઉત્તરીય મર્યાદા રેખાને માન્યતા આપશે નહીં. કિમ જોંગ ઉને ઉત્ત કોરિયારને યુદ્ધમાં સિઓલ પર “કબજો” કરવાની મંજૂરી આપતા બંધારણીય ફેરફારોની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે “જો રિપબ્લિક ઓફ દ. કોરિયા અમારી પ્રાદેશિક જમીન, હવા અને પાણીના 0.001 મીમી વિસ્તારનું પણ ઉલ્લંઘન કરે છે, તો તે યુદ્ધ ઉશ્કેરણી તરીકે ગણવામાં આવશે,”


દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મંગળવારે કેબિનેટની બેઠક દરમિયાન ઉત્તર કોરિયાના પગલાની ટીકા કરતા કહ્યું હતું કે કોરિયાને એકબીજાના દુશ્મન તરીકે વ્યાખ્યાયિત કરવું પ્યોંગયાંગનો “રાષ્ટ્ર વિરોધી અને ઐતિહાસિક” સ્વભાવ દર્શાવે છે. જો ઉત્તર કોરિયા આવી રીતે પરમાણુશસ્ત્રોની ઉશ્કેરણી ચાલુ રાખશે તો દક્ષિણ કોરિયા તેની સૈન્યની “જબરજસ્ત પ્રતિભાવ ક્ષમતાઓ” તરફ ઇશારો કરીને “ઘણા ગણા વધુ મજબૂત” પ્રતિસાદ સાથે વળતો પ્રહાર કરશે.


ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેની સેનાને આદેશ આપ્યો છે કે જો તેઓ કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો અમેરિકા અને દક્ષિણ કોરિયાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે.


કિમ જોંગ ઉને તાજેતરમાં કહ્યું હતું કે વર્ષ 2024માં વધુ ત્રણ સૈન્ય જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ગયા નવેમ્બરમાં જ ઉત્તર કોરિયાએ તેનો પહેલો લશ્કરી જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાની સેનાને મજબૂત કરવા માટે ચીન અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારોનો ભંડાર વધારવામાં પણ વ્યસ્ત છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયા પાસે 20-30 પરમાણુ બોમ્બથી લઈને 100થી વધુ બોમ્બ હોઈ શકે છે. જો કે, ઘણા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયા હજુ પણ કેટલાક તકનીકી પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તે આંતર-મહાદ્વીપીય મિસાઇલો બનાવવામાં સફળ રહ્યું નથી. જો કે, તેની ટૂંકા અંતરની પરમાણુ મિસાઇલો જાપાન અને દક્ષિણ કોરિયાને નિશાન બનાવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey