ઇન્ટરનેશનલ

દુનિયાને ડરાવવા માટે ઉત્તર કોરિયાએ કર્યું સૌથી મોટું પરીક્ષણ

સિઉલઃ અંડરવોટર ન્યુક્લિયર વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યાની નોર્થ કોરિયાએ જાહેરાત કરી હતી. (North Korea Under Water Nuclear Weapon System Test) એટલે કે એક પરમાણુ હથિયાર સિસ્ટમ કે જે પાણીની અંદર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે તેનું ટેસ્ટિંગ કર્યું છે. આ ટેસ્ટ પાછળનું કારણ જણાવતા ઉત્તર કોરિયાએ કહ્યું કે આ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનના સંયુક્ત નૌકા કવાયતના જવાબમાં કરવામાં આવ્યું છે.

આ કવાયતમાં એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયર ભાગ લઈ રહ્યું છે, જે ન્યુક્લિયર પાવરથી સજ્જ છે. જેને નોર્થ કોરિયાના રક્ષા મંત્રાલના જાહેર કરાયેલા નિવેદનમાં પોતાની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યું છે. આ જ ખતરાની આશંકાનો આધાર લઈને કોરિયાએ પોતાના Haeil-5-23 અંડરવોટર ન્યુક્લિયર વેપન સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે જેને કોરિયાના ઉત્તરી સમુદ્રમાં તેને વિકસિત કરી રહ્યા છે. જાણકારો પ્રમાણે આ સિસ્ટમ પાણીની અંદર પ્રહાર કારનું ડ્રોન છે. જેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે.

આ અગાઉ પણ તેણે વાનસંગ-18 મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ પ્રકારના પરીક્ષણોથી એક સવાલ ઊભો થયો છે કે શું ઉત્તર કોરિયા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાની સરહદ નજીક લાઈવ ફાયર એક્સરસાઇઝ પણ કરી હતી.

એ પણ નોંધનીય છે કે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ઉત્તર અને દક્ષિણ કોરિયાના એકીકરણ તરફ કામ કરતી સમિતિઓના વિસર્જનની જાહેરાત કરી છે, જે 1961માં રચવામાં આવી હતી. એક બાજુ રશિયા અને યુક્રેન, ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ વચ્ચે ઉત્તર કોરિયાના આ પરીક્ષણથી દુનિયાની મહાસત્તાઓમાં ડરનો માહોલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button