ઇન્ટરનેશનલ

ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રી, કિમ જોંગે ઈઝરાયલ અને અમેરિકાની ટીકા કરી

તેલ અવીવ : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સતત વધી રહ્યું છે. જ્યારે અમેરિકાએ મધ્યમ માર્ગ અપનાવીને બે અઠવાડિયાનો સમય લીધો છે. તેમજ ચીન અને રશિયાએ તાત્કાલિક યુદ્ધ વિરામની તરફેણ કરી છે. ત્યારે હવે આ યુદ્ધ મુદ્દે ઉત્તર કોરિયાની એન્ટ્રી થઇ છે. તેમજ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે ઈરાનને સપોર્ટ આપતા ઇઝરાયલ અને અમેરિકાની ટીકા કરી છે.

ઇઝરાયલની કાર્યવાહી રાજ્ય પ્રાયોજિત આતંકવાદ

અમેરિકા પ્રત્યે ઉત્તર કોરિયાની દુશ્મનાવટ પહેલેથી જ જાણીતી છે. ઉત્તર કોરિયાએ ઇઝરાયલના હુમલાઓને માનવતા વિરુદ્ધ ગણાવ્યા છે અને ઇઝરાયલને શાંતિ માટે કેન્સર ગણાવ્યું છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ઇઝરાયલની કાર્યવાહી રાજ્ય પ્રાયોજિત આતંકવાદ છે.

મિસાઈલ અને લશ્કરી ટેકનોલોજીના આદાનપ્રદાનનો લાંબો ઇતિહાસ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા અને ઈરાન વચ્ચે મિસાઈલ અને લશ્કરી ટેકનોલોજીના આદાનપ્રદાનનો લાંબો ઇતિહાસ રહ્યો છે. ઉત્તર કોરિયાએ ઈરાનને બેલિસ્ટિક મિસાઈલ અને અન્ય લશ્કરી હાર્ડવેર પૂરા પાડ્યા છે. જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે.

રશિયાએ કહ્યું હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન

ઇઝરાયલ-ઈરાન યુદ્ધની શરૂઆતમાં રશિયાનું વલણ સંયમિત હતું. પરંતુ ટ્રમ્પના નિવેદનો બાદ રશિયાએ પોતાનું વલણ બદલ્યું. રશિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે અને મધ્ય પૂર્વમાં તણાવ વધારી રહ્યા છે.

મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતા પેદા થશે

પુતિને સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકાએ ઈરાન પર હુમલો ન કરવો જોઈએ નહીં તો પરમાણુ વિનાશ નિશ્ચિત છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાને સેન્ટ પીટર્સબર્ગમાં એક આર્થિક મંચ પર અમેરિકાને આ યુદ્ધથી દૂર રહેવાની સ્પષ્ટ સલાહ આપી છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે કહ્યું કે અમેરિકાએ ઈરાન પર હુમલો ન કરવો જોઈએ કારણ કે તે મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતા પેદા કરશે.

ચીને ઈરાનને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડી

આ ઉપરાંત ચીન ઈરાનનો સૌથી મોટો ક્રૂડ આયાતકાર છે અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત છે. ખાસ કરીને યુએસ પ્રતિબંધો છતાં ચીને ઈરાનને નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડી છે. ત્યારે ઈરાનને શંકા છે કે જો અમેરિકા આ ​​લડાઈમાં સીધું કૂદી પડે છે તો તેને ચીન પાસેથી મદદ મળી શકે છે. ઈરાનને ચીન પાસેથી મદદ મળી રહી હોવાના અપ્રમાણિત અહેવાલો પણ ઘણા સ્ત્રોતોમાંથી આવ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ ઈરાન સાથેના યુદ્ધમાં ઈઝરાયલ દરરોજ કરી રહ્યું છે આટલો ખર્ચ

યુદ્ધવિરામ તાત્કાલિક જરૂરી

જ્યારે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટે યુદ્ધવિરામ તાત્કાલિક જરૂરી છે અને બળનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વિવાદોને ઉકેલવાનો યોગ્ય માર્ગ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button