વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરિના મચાડોને અપાયો, જાણો કોણ છે?
ઇન્ટરનેશનલ

વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરિના મચાડોને અપાયો, જાણો કોણ છે?

ઓસ્લો : વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. મારિયા કોરિના મચાડો વેનેઝુએલામાં લોકોના લોકશાહી અધિકારોના સમર્થન માટે કાર્ય કરે છે. તેમને આ પુરસ્કાર સરમુખ્યતારશાહી માંથી લોકતંત્રમાં ન્યાયપૂર્ણ અને શાંતિપૂર્ણ ટ્રાન્સમિશનના સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે.

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરતા સમિતિના અધ્યક્ષે મારિયા કોરિના મચાડોના શાંતિના સાહસી અને પ્રતિબદ્ધ સમર્થક તરીકે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મારિયાએ વધતા અંધકાર વચ્ચે લોકતંત્રનો દીપ પ્રજ્વલિત રાખ્યો છે.

80 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા

નોબેલે સમિતિએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વેનેઝુએલા એક સમયે લોકતાંત્રિક દેશ હતો. જે હાલ એક નિર્દય સરમુખતારશાહી દેશના પરિવર્તીત થયો છે. જે હાલ માનવીય અને આર્થિક સંકટના પડકારનો સામનો કરી રહ્યો છે. આજે વેનેઝુએલા મોટાભાગના લોકો ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે.

જયારે કેટલાક લોકો સત્તામાં બેસીને દેશની સંપત્તી લુટી રહ્યા છે. તેમજ રાજ્ય લોકોનું દમન કરી રહ્યું છે. એક અંદાજ મુજબ 80 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. જયારે વિપક્ષ વિરુદ્ધ ષડયંત્ર રચીને ધમકીઓ આપીને જેલમાં ધકેલવામાં આવે છે.

જાણો કોણ છે મારિયા કોરિના મચાડો ?

વેનેઝુએલાની વિપક્ષની નેતા અને હાલ છુપાઈને રહેતા મારિયા કોરિના મચાડોને આયરન લેડી નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને ટાઈમ્સ મેગેઝિનમાં વર્ષ 2025માં 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

વેન્ટે વેનેઝુએલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક

મારિયા કોરિના મચાડોનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તે વેનેઝુએલાના એક અગ્રણી વિપક્ષી નેતા અને ઔદ્યોગિક ઇજનેર છે. વર્ષ 2002 માં તેમણે વોટ મોનિટરિંગ ગ્રુપ સુમાટેની સ્થાપના કરી અને વેન્ટે વેનેઝુએલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. તેમણે વર્ષ 2011-2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના સભ્ય તરીકે સેવા આપી હતી.
નિકોલસ માદુરો સરકારે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વર્ષ 2023 માં તે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ નહીં મળે, નોર્વે કમિટીએ શું આપ્યું કારણ ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button