ઇન્ટરનેશનલ

New Zealand’s youngest MPએ સંસદમાં ડાન્સ કર્યો ને છવાઈ ગઈ

અમદાવાદઃ દેશના અલગ અલગ વિસ્તારોમાં લોકપ્રતિનિધિઓ માટે પણ અભિવ્યક્તિની અલગ સ્વતંત્રતા હોય છે. ભારતમાં જાહેર જનતા જ નહીં, રાજકારણીઓ પણ એક મર્યાદામાં રહી પોતાની વાત કહી શકતા હોય છે અને જો તેઓ આ પરંપરાથી કંઈક અલગ કરે તો તેમણે પણ ટીકાનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ વિશ્વના બીજા દેશોમાં આવું નથી. આવી જ સ્વતંત્ર અભિવ્યક્તિ ન્યુઝીલેન્ડની સંસદમાં થઈ છે અને તેનો વીડિયો વાયરલ થયો છે. 21-વર્ષીય ન્યુઝીલેન્ડના સાંસદ રિતિ માઇપે-ક્લાર્કે તમામ તામરીકી માઓરીને સમર્પિત એવું ભાષણ આપતી વખતે આ પરંપરાગત વૉર ક્રાઈ કર્યું હતું. સંસદમાં તેણે કરેલા ડાન્સનો આ વીડિયો વાયરલ થયો છે.

ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી યુવા સાંસદ હાના રહીતી મિપ્પે-ક્લાર્કનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કારણ એ છે કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનું નૃત્ય હકા રજૂ કરતી વખતે પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હકા એક યુદ્ધ ગીત છે જે પૂરી શક્તિ અને અભિવ્યક્તિઓ સાથે રજૂ કરવામાં આવે છે.મહિલા સાંસદની આ પહેલ બાદ સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને સાથ આપવાનું શરૂ કરી દીધું. જે લોકો હકાને સારી રીતે સમજી શકતા નથી તેઓ તેના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે કે તેણી તેના ભાષણ દ્વારા ગર્જના કરી રહી છે. વીડિયોમાં તેના ચહેરાના હાવભાવ ડરામણા છે. વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે.


આ વીડિયો તેમનાં ભાષણનો ભાગ છે જે હવે વાયરલ થયો છે. ઘણા લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વીડિયો થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે વાયરલ થયો છે. અત્યાર સુધી, ક્લિપને લાખો વખત જોવામાં આવી છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. લોકો આના પર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આ કારણે જ મારી દૃષ્ટિએ આ સૌથી ઈમાનદાર અને લોકપ્રિય સંસદ છે.’ બીજાએ લખ્યું- ‘આ યુવતીની ઉર્જા જુઓ.’ એક વ્યક્તિએ લખ્યું: ‘કાશ હું સમજી શકું કે તે શું કહી રહી છે, પરંતુ તેનો જુસ્સો અદ્ભુત છે! અને તેની આજુબાજુના દરેક તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે આ ‘હકા’ નૃત્ય આવનારી આદિવાસીઓનું સ્વાગત કરવાની પરંપરાગત રીત છે, પરંતુ તે યુદ્ધમાં જતા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પણ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે.


NZ હેરાલ્ડના અહેવાલ મુજબ, 21 વર્ષની હાના 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. તે 1853 પછી એઓટેરોઆમાં સૌથી નાની વયની સાંસદ બની છે. તેણે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ