ઇન્ટરનેશનલ

સંસદમાં પરંપરાગત ડાન્સ કરતી અને સ્વદેશી સંધિ બિલની નકલ ફાડતી જોવા મળી સાંસદ

ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ હાના-રાવિતી કારેરીકી મૈપી-ક્લાર્કે ગૃહના સત્ર દરમિયાન સદનમાં પરંપરાગત માઓરી નૃત્ય કરી વિવાદાસ્પદ બિલની નકલને ફાડી નાખી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હાના-રાવિતી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.

જે વિવાદાસ્પદ બિલની વાત કરવામાં આવી રહી છે તે બિલ પર બ્રિટિશ ક્રાઉન અને 500 થી વધુ માઓરી વડાઓ વચ્ચે 1840 માં સૌપ્રથમ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, આ બિલ દર્શાવે છે કે કેવી રીતે બંને પક્ષો દેશમાં શાસન કરવા માટે સંમત થયા હતા. દસ્તાવેજમાં કલમોનું અર્થઘટન આજે પણ કાયદા અને નીતિને માર્ગદર્શન આપે છે.

જો કે, ઘણા માઓરી અને તેમના સમર્થકો દ્વારા આ બિલને દેશના સ્વદેશી લોકોના અધિકારોનું હનન માનવામાં આવે છે. આ બિલને કારણે ન્યૂઝીલેન્ડમાં વંશીય તણાવ વધ્યો છે. ન્યૂઝીલેન્ડમાં માઓરીની વસતી કુલ 5.3 મિલિયનની વસ્તીના લગભગ 20% છે.

Also Read – ટ્રમ્પ 2.0માં તુલસી ગબાર્ડ બન્યા નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર

આ બિલ સંધિ દ્વારા ઉઠાવવામાં આવેલા મહત્વના રાજકીય અને બંધારણીય પ્રશ્નોનો નિર્ણય કોર્ટને બદલે સંસદમાં કરવાની મંજૂરી આપશે. આ બિલના વિરોધમાં માઓરીઓ અને તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેખાવો યોજી રહ્યા છે. તેઓ આ વિવાદાસ્પદ બિલને પાછું ખેંચવા માગ કરી રહ્યા છે. દેશની સૌથી યુવા સાંસદ હાના-રાવિતી કારેરીકી મૈપી-ક્લાર્ક પણ આ બિલનો વિરોધ કરી રહી છે.

તેણે સંસદમાં પરંપરાગત હકા ડાન્સ કરીને અને વિવાદીત બિલની નકલ ફાડીને વિરોધ દર્શાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker