Los Angelesમાં વધુ એક વિકરાળ આગ ફાટી નીકળી; 50,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ
લોસ એન્જલસ: યુએસના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના આસપાસના વિસ્તારના જંગલ વિસ્તારમાં લાગેલી આગ પર આંશિક કાબુ (Los Angeles wild fire) મેળવવામાં આવ્યો છે, જેને કારણે ભારે વિનાશ સર્જાયો છે. એવામાં લોસ એન્જલસના હ્યુજીસમાં વધુ એક વિકરાળ આગ (Huges Fire) લાગી છે, જેને કારણે 50,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાના આદેશ કે ચેતવણી આપવામાં આવી છે.
લોસ એન્જલસના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવેલા લોકપ્રિય મનોરંજન સ્થળ લેક કાસ્ટેઇક નજીક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે, જે ઇટન અને પેલિસેડ્સ વિસ્તારની આગથી લગભગ 40 કિલોમીટર દૂર સ્થિત છે, જે ત્રણ અઠવાડિયાથી પણ સળગી રહી છે.
વૃક્ષો બળીને ખાખ:
હ્યુજીસ ફાયર મોડી બુધવારે સવારે લાગી લાગી હતી અને ઝડપથી 15 ચોરસ માઇલ (39 ચોરસ કિલોમીટર) થી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, આ વિસ્તારમાં વધુ વૃક્ષો અને ઝાડીઓને બાળીને રાખ થઇ ગયા છે. લેક કાસ્ટેઇક નજીક ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે.
હજારો લોકોને સ્થાનાંતર કરવા કહેવામાં આવ્યું:
દરમિયાન, LA કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે 31,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય 23,000 લોકોને સ્થળાંતરની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે સાંજે એક પ્રેસ બ્રીફિંગમાં, CAL ફાયરના ડિરેક્ટરે જણાવ્યું હતું કે કે, “હ્યુજીસ ફાયરને કાબુમાં લેવા માટે પુરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.”
Also read: લોસ એન્જલસની આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ
આગને કારણે ભારે નુકશાન:
CAL ફાયરના ડેટા મુજબ પેલિસેડ્સમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 23,448 એકર વિસ્તાર બળીને રાખ થઇ ગયો છે, આ આગ 68 ટકા કાબુમાં આવી ગઈ છે. દરમિયાન, ઈટનની આગમાં 14,021 એકર વિસ્તાર બળી ગયો છે, આ અંગ 91 ટકા કાબુમાં આવી ગઈ છે. LA કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવી હજુ પણ મુશ્કેલ છે, જોકે, ફાયર ફાઈટર્સને સફળતા મળી રહી છે. બે અઠવાડિયા પહેલા જેવો પવન હવે નથી ફૂંકાઈ રહ્યો, જેને કારણે એર ફોર્સ આગની દક્ષિણ બાજુએ હજારો ગેલન અગ્નિશામક દ્રવ્યો છાંટી રહી છે.
સાન ડિએગોમાં પણ આગ ફાટી નીકળી:
સાન ડિએગોમાં લીલાક વિસ્તારમાં લાગેલી આગ 95 ટકા કાબુમાં આવી ગઈ છે, જ્યારે રિવરસાઇડના ક્લેમાં લાગેલી આગ પર 45 ટકા પર કાબુ મેળવી શકાયો છે. CAL ફાયર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, સાન ડિએગો કાઉન્ટીમાં વધુ એક આગ લાગી છે જેને ‘સેન્ટર ફાયર’ તરીકે ઓળખવામાં આવી રહી છે. આગમાં અત્યાર સુધીમાં 4 એકર જમીન બળીને ખાખ થઈ ગઈ છે.