ઇન્ટરનેશનલ

“ગાઝા જેવો વિનાશ થશે…” નેતન્યાહુએ લેબનાનના લોકોને ચેતવણી આપી

તેલ અવિવ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ મંગળવારે ફરી એક વાર લેબનાન(Lebanon)ને ધમકી આપી છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જો લેબનાન તેની ધરતી પર હિઝબોલ્લાહ (Hezbollah)ને કામ કરવાની મંજૂરી આપવાનું ચાલુ રાખશે તો તેના હાલ ગાઝા જેવા થશે. ઇઝરાયેલી સૈન્યએ લેબનોનના દક્ષિણી દરિયાકિનારે હિઝબોલ્લાહ સામે તેના આક્રમણને વધુ તેજ બનાવ્યું છે, ઇઝરાયલે વધારાના સૈનિકો તૈનાત કર્યા છે અને નાગરિકોને પ્રદેશ ખાલી કરવાની સલાહ આપી.

| Also Read: Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત

લેબનીઝ લોકોને સંબોધિત સીધા વિડિયોમાં નેતન્યાહુએ દેશમાં વધુ વિનાશ ટાળવા માટે તેમના દેશને હિઝબુલ્લાહની પકડમાંથી મુક્ત કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે “તમારી પાસે લેબનાનને લાંબા યુદ્ધમાં ધકેલતા પહેલાં તેને બચાવવાની તક છે. યુદ્ધ વિનાશ અને દુઃખ તરફ દોરી જશે, જેવું આપણે ગાઝામાં જોઈએ છીએ.”

નેતન્યાહુએ કહ્યું કે “લેબનાનના લોકો હું તમને સલાહ આપું છું, તમારા દેશને હિઝબુલ્લાહથી મુક્ત કરો, જેથી આ યુદ્ધ સમાપ્ત થઈ શકે.”

હિઝબુલ્લાહે ઇઝરાયેલના પોર્ટ સીટી હાઇફા પર રોકેટ છોડવાની જવાબદારી સ્વીકાર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે.

| Also Read: Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર

હિઝબોલ્લાહના નેતૃત્વને તાજેતરના અઠવાડિયામાં મોટા ફટકા પડ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં ઇઝરાયેલે બૈરુત પર હવાઈ હુમલામાં તેના નેતા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો. નસરાલ્લાહ 1992 થી હિઝબુલ્લાહનું નેતૃત્વ કરતો હતો. ઑક્ટોબરમાં, ઇઝરાયેલે બૈરુતમાં એર સ્ટ્રાઈકમાં હાશેમ સફીદ્દીનને નિશાન બનાવ્યો હતી, હશેમ નસરાલ્લાહના ઉત્તરાધિકારી હતો. હિઝબુલ્લાહે સફીદ્દીનના મૃત્યુની પુષ્ટિ કરી નથી. જ્યારે નેતન્યાહુએ તેમના વિડીયો સંબોધનમાં એવું સૂચન કર્યું હતું કે નસરાલ્લાહ અને સફીદ્દીન બંને માર્યા ગયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button