નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…

કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થયા કાઠમંડુમાંથી આજે સવારે 5 વાગ્યાથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે.
રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા હતા.
જયારે પીએમ મોદીએ એક્સ પર સુશીલા કાર્કીને શુભેચ્છા પાઠવી હતી તેમજ કહ્યું હતું કે ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
નેપાળમાં 5 માર્ચ 2026 પૂર્વે ચૂંટણી યોજાશે
આ ઉપરાંત મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાર્યકારી પીએમ સુશીલા કાર્કીની ભલામણ મુજબ વર્તમાન સંસદને ભંગ કરી છે. તેમજ ચૂંટણીની તારીખ નક્કી કરી છે. નેપાળમાં 5 માર્ચ 2026 પૂર્વે ચૂંટણી યોજાશે.
નેપાળના નવનિયુક્ત કાર્યકારી વડાપ્ર્ધાન સુશીલા કાર્કીને ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે મળીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ નેપાળને સંકટમાંથી બહાર નીકળવા માટે દરેક મદદ કરવાની બાંહેધરી આપી હતી.

જયારે સુશીલા કાર્કી પણ જવાબ આપતા જણાવ્યું હતું કે નેપાળ આ સંકટમાંથી બહાર નીકળવા માટે ભારત પાસે મોટી મદદની અપેક્ષા રાખે છે.તેમજ ભારત નેપાળને જરૂરી તમામ સહાય ચાલુ રાખશે.

ભારત હંમેશા નેપાળ અને નેપાળના લોકો સાથે
ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારત હંમેશા નેપાળ અને નેપાળના લોકો સાથે ઉભું છે. તેમજ નેપાળના પુન: નિર્માણથી લઈને ચૂંટણી માટે જરૂરી તમામ મદદ કરશે.
હિંસક પ્રદર્શનના કારણે નેપાળમાં સત્તા પલટો થયો
નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેની બાદ સોશિયલ મીડિયા અને ભ્રષ્ટાચારના વિરોધમાં Gen-Z ગ્રુપ ઓ દ્વારા હિંસક પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા.
જેમાં 34 થી વધુ લોકો માર્યા ગયા હતા. જેના લીધે પીએમ કેપી ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું.
આ પણ વાંચો…હિંસક પ્રદર્શન બાદ નેપાળમાં હવે વેપારીઓ રસ્તા પર ઉતર્યાં! જાણો શું છે કારણ…