નેપાળમાં અંધાંધૂધી યથાવત્ઃ 15,000 કેદી ફરાર, આઠનાં મોત

કાઠમંડુ : નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ સત્તામાં બદલાવ આવ્યો છે. તેમજ હિંસક તોફાનો બાદ હજુ પણ સ્થિતી બેકાબૂ છે. જેની અસર નેપાળની જેલમાં બંધ કેદીમાં પણ જોવા મળી છે. જેમાં મળતી માહિતી મુજબ નેપાળની જેલોમાંથી 15,000 થી વધુ કેદીઓ ફરાર થયા છે. તેમજ અનેક જેલોમાં સુરક્ષા કર્મીઓ અને કેદીઓ વચ્ચે ઝડપમાં કુલ આઠ કેદીઓના મોત થયા છે.
સેનાએ દેશની કમાન હાથમાં લીધી
આ અંગે મળતી માહિતી મુજબ, નેપાળની 25થી વધારે જેલમાંથી 15,000 થી વધારે કેદીઓ ફરાર થઈ છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ સરકાર વિરોધી તોફાનો શરુ થયા હતા. તેમજ આ હિંસક આંદોલન અને આગજનીની ઘટના બાદ વડા પ્ર્ધાન ઓ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમજ
રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપ્યું હતું. જેની બાદ સમગ્ર દેશમાં સેનાએ કાનૂન અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કમાન
હાથમાં લીધી છે.
આ પણ વાંચો: નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે નાગરિકો ભારતના પીએમ મોદી જેવા નેતૃત્વની કેમ માંગ કરી?
કેદીઓ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો
નેપાળ એક તરફ હાલાત બેકાબૂ થઈ રહ્યા છે. જયારે નેપાળની અનેક જેલોમાં હિંસાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ જ ક્રમમાં આજે રામેછાપ જીલ્લાની જેલમાં કેદીઓ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જયારે સુરક્ષા દળોએ તેમને રોકવા ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ કેદીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. ઘાયલ કેદીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
યુવાનોએ અનેક જેલો અને વહીવટી બિલ્ડીંગમાં આગ લગાડી
આ પૂર્વે મંગળવાર સાંજે યુવાનોએ અનેક જેલો અને વહીવટી બિલ્ડીંગમાં આગ લગાડી હતી. તેમજ જેલના દરવાજા પણ તોડી પાડ્યા હતા. જેમાં કાઠમંડુની સુંદરહર જેલમાંથી 3300, નક્કું જેલમાંથી 1400 અને ડીલ્લી બજાર જેલમાંથી 1100 કેદીઓ ફરાર થયા હતા.