Nepal માં Landslide અને ભારે વરસાદથી તબાહી, 14 લોકોના મોત અનેક લાપતા

કાઠમંડુ : નેપાળમાં (Nepal)વરસાદના (Rain) કારણે તબાહી મચી છે.જેમાં ભારે વરસાદ, ભૂસ્ખલન( Landslide)અને વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે. સાથે જ સેંકડો લોકો બેઘર બની ગયા છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભૂસ્ખલન અને વીજળી પડવાથી 14 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે 8 લોકોના,વીજળી પડવાને કારણે 5 લોકોના અને પૂરના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
નેપાળમાં અત્યાર સુધીમાં 147 ઘટનાઓ નોંધાઈ
NDRRMA અનુસાર, અત્યાર સુધીમાં આવી કુલ 44 ઘટનાઓ નોંધાઈ છે. ભૂસ્ખલનમાં હજુ પણ બે લોકો લાપતા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નેપાળના ગૃહ મંત્રાલય અનુસાર ચોમાસું સક્રિય થયા બાદ 17 દિવસમાં 28 લોકોના મોત થયા છે. જેના કારણે 33 જિલ્લા પ્રભાવિત થયા છે.
જેમાં કુદરતી આપત્તિની 147 ઘટનાઓ નોંધાઈ છે. વીજળી પડવાની ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે ભૂસ્ખલનને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. એનડીઆરએમએના પ્રવક્તા દિજાને જણાવ્યું હતું કે 26 જૂને કુલ 44 ઘટનાઓ નોંધવામાં આવી હતી. આ ઘટનાઓમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા,
ઘટના નેપાળના આ વિસ્તારોમાં બની હતી
બુધવારે લમજુંગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા હતા. તે જ સમયે, કાસ્કીમાં 2 અને ઓખાલધુંગામાં એક લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે પૂરની ઘટનામાં એકનું મોત નોંધાયું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં છેલ્લા 17 દિવસમાં કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ ચોમાસાને કારણે 33 જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં 17 દિવસના ગાળામાં કુલ 147 ઘટનાઓ નોંધાઈ છે.