નેપાળમાં વચગાળાની સરકારના વડા મુદ્દે મતભેદ, જેન-ઝેડના બે ગ્રુપોમાં મારામારી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળમાં વચગાળાની સરકારના વડા મુદ્દે મતભેદ, જેન-ઝેડના બે ગ્રુપોમાં મારામારી

કાઠમંડુ : નેપાળમાં હિંસક પ્રદર્શન બાદ સત્તા પરિવર્તન થયું છે. જેમાં હાલ દેશની કમાન સેના પાસે છે. ત્યારે હવે નેપાળમાં વચગાળાની સરકાર મુદ્દે મૂંઝવણભરી સ્થિતી પેદા થઈ છે. નેપાળમાં વચગાળાની સરકાર વડાના નામ પર હજુ સહમતી સાંધી શકાઈ નથી. જેન-ઝેડ સંઘર્ષના નેતાઓ પણ વચ્ચે મતભેદ જોવા મળે છે. જેન-ઝેડના બે ગ્રુપોમાં મારામારી થઈ છે.

જેન-ઝેડના ગ્રુપો વચ્ચે મારામારી

નેપાળના વચગાળાની સરકારના નેતૃત્વ મુદ્દે કાઠમંડુમાં નેપાળી સેનાના મથક સામે જ જેન-ઝેડના ગ્રુપો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સુશીલા કાર્કી અને બાલેન શાહના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં બાલેન શાહે કહ્યું કે, સંસદ ભંગ કરતા પૂર્વે વચગાળાની સરકારનો હિસ્સો નહી બને. બાલેન શાહના સમર્થકો સુશીલા કાર્કીનો વિરોધ કરી રહ્યા છે.

કુલમાન ધીસિંગનું નામ ચર્ચામાં

નેપાળમાં આ પહેલા પૂર્વ ચીફ જસ્ટીસ સુશીલા કાર્કીના નામ પર સહમતિ બનવાના સમાચાર પ્રકાશના આવ્યા હતા. જોકે, બપોરે બાદ હાલત બદલાયા હતા. જેમાં સુશીલા કાર્કીના બદલે લાઈટ મેન કુલમાન ધીસિંગનું નામ ચર્ચામાં આવ્યું હતું. જેમાં આંદોલનકારીઓએ પહેલા પૂર્વ ચીફ જસ્ટીસ સુશીલા કાર્કીનું નામ આગળ ધર્યું હતું. જેનો આંતરિક વિરોધ થવા લાગ્યો હતો. જેની બાદ કુલમાન ધીસિંગનું નામ ચર્ચામાં આવ્યું હતું.

નેપાળમાં હિંસામાં 34 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, સેનાએ હાલ નેપાળની કમાન સંભાળી છે. જેમાં રાજધાની કાઠમંડુમાં ત્રણ દિવસથી કર્ફ્યું લાદવામાં આવ્યો છે. નેપાળમાં હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જયારે 1300થી વધુ લોકો ઘાયલ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button