Nepal Election: પ્રચંડે વિશ્વાસમત ગુમાવ્યા પછી કેપી શર્મા ઓલીએ પીએમ તરીકે શપથ લીધા
કાઠમંડુ: કે પી શર્મા ઓલીએ આજે નેપાળના વડા પ્રધાન તરીકે ચોથી વખત શપથ લીધા હતા. ઓલી નેપાળમાં રાજકીય સ્થિરતા પ્રદાન કરવાના ભયાવહ પડકારનો સામનો કરતી નવી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે.
નેપાળના સૌથી મોટા સામ્યવાદી પક્ષના નેતા ઓલીને રવિવારે રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલ દ્વારા અન્ય નાના પક્ષો ઉપરાંત સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: નેપાળના રાજકારણમાં ધમાલઃ ‘પ્રચંડે’ પૂર્વ વડા પ્રધાનની પાર્ટી સાથે કર્યું જોડાણ
72 વર્ષના ઓલી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’નું સ્થાન લે છે. પ્રચંડે શુક્રવારે સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યો હતો. નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટની કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ, ઓલીને રાષ્ટ્રપતિ પૌડેલે રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત શિતલ નિવાસ ખાતે એક સમારોહમાં શપથ લેવડાવ્યા હતા. જે માટે અડધા કલાકથી વધુનો વિલંબ થયો હતો.
આ પણ વાંચો: Nepal માં ફરી સત્તા પરિવર્તન, કે.પી.શર્મા ઓલીએ સરકાર રચવાનો દાવો કર્યો
ન્યૂઝ પોર્ટલ માયરેપબ્લિકા અનુસાર, પાર્ટીની અંદરના વિવાદો વચ્ચે નેપાળી કોંગ્રેસ સરકારમાં સામેલ થવા માટે તેના પ્રધાનોના નામોને અંતિમ રૂપ આપવામાં નિષ્ફળ જવાને કારણે શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થયો હતો. રાષ્ટ્રપતિએ બે નાયબ વડા પ્રધાન – પ્રકાશ માન સિંહ અને બિષ્ણુ પૌડેલ – અને અન્ય ૧૯ પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા. સિંહ શહેરી વિકાસ મંત્રાલય પણ જોશે જ્યારે વિષ્ણુ પ્રકાશ પૌડેલ નાણા મંત્રાલયની સંભાળ રાખશે.