નેપાળ જાજરકોટમાં લોકો એટલા ડરી ગયા છે કે…
ગઈકાલે ચાર નવેમ્બરના રોજ નેપાળના જાજરકોટમાં ભૂકંપના કારણે ભારે તારાજી સર્જી છે. જેમાં ઘણા મકાનો ધરાશાઈ થઈ ગયા અને ભૂકંપના કારણે ઘણા લોકોના જીવ ગયા તો હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ત્યારે લોકો એ હદે ડરી ગયા છે કે જેના ઘર ભૂકંપમાં પડ્યા નથી તેઓ પણ કોઈ ઘરમાં સૂવા જતા નથી લોકો બહાર ખુલ્લામાં સૂઈ જાય છે.
નોંધનીય છે કે અત્યાર સુધી ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા 157 થી વધુ થઈ ગઈ છે. કાટમાળમાંથી હજુ ઘાયલો મળી આવે છે. ત્યારે નેપાળના ભુખમથી જાજરકોટ રુકુમનો પશ્ચિમ વિસ્તાર ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
ભૂકંપ પછીનું દ્રશ્ય એટલું ભયાનક છે કે જોઈને હૃદય દ્રવી ઉઠે. ત્યારે હજુ તો નેપાળવાસીઓ પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે ત્યાં આજે એટલે કે રવિવારે સવારે 3.6ની તીવ્રતાનો બીજો ભૂકંપનો જટકો અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં 2015માં આવેલા ભૂકંપ બાદ આ સૌથી વિનાશક ભૂકંપ છે. 2015 માં નેપાળમાં આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 22,000 થી વધુ ઘાયલ થયા હતા.
નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર ભૂકંપ શુક્રવારે રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું. આ વિસ્તાર રાજધાની કાઠમંડુથી લગભગ 500 કિલોમીટર પશ્ચિમમાં છે.
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે કહ્યું છે કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ભારે તબાહી થઈ છે. સેંકડો લોકો ઘાયલ થયા છે, હજારો મકાનો ધરાશાયી થયા છે અને સરકાર રાહત કાર્યમાં લાગેલી છે. અમે નેપાળી આર્મી, નેપાળી ગાર્ડ, આર્મ્ડ ગાર્ડ ફોર્સ તહેનાત કરી છે. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી આર્મ્ડ ગાર્ડ ફોર્સને આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ પણ હેલિકોપ્ટર દ્વારા નજીકના જિલ્લાઓમાંથી આરોગ્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી રહ્યા છે. જે કામ થવું જોઈએ તે અમારી સરકાર કરી રહી છે. અમે કેબિનેટની બેઠક અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક બોલાવી છે.