પેરિસ ઑલિમ્પિકમાં જોવા મળ્યો નીતા અંબાણીનો અલગ જ લુક
અંબાણી પરિવારમાં હાલમાં જ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન સંપન્ન થયા છએ. આ લગ્ન ઘણા જ ભવ્ય અને શાનદાર રીતે કરવામાં આવ્યા હતા.અને આ લગ્નમાં દેશવિદેશના અનેક મહાનુભાવો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ વગેરેએ હાજરી આપી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી અનંતના લગ્નના પ્રિ વેડિંગ ફંક્શનો ચાલી રહ્યા હતા. હવે લગ્ન સંપન્ન થઇ ગયા બાદ નીતા અંબાણી પેરિસ ઑલિમ્પિક્સ માટે ફ્રાન્સના પેરિસ પહોંચ્યા છે. પુત્રના લગ્નમાં એકદમ ટ્રેડિશનલ, પરંપરાગત દેશી સ્ટાઇલમાં જોવા મળેલા નીતા અંબાણી પેરિસ ઑલિમ્પિક્સમાં એકદમ વેસ્ટર્ન સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. અહીં એક પ્રસંગમાં તેમણે પીંક કલરનું બ્લેઝર પહેર્યું હતું. એમ જાણવા મળ્યું છે કે આ બ્લેઝરની કિંમત પણ લાખોમાં છે.
એ તો કહેવું જ પડે કે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ભારતીય પોશાકની સાથે સાથે વેસ્ટર્ન પોશાકમાં પણ એકદમ ક્લાસી લાગે છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવા ઉપરાંત તેમની ક્લાસી ફેશન સેન્સ માટે પણ જાણીતા છે. નીતા અંબાણીને ફરીથી ભારતમાંથી ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેના માટે હાલ તેઓ પેરિસમાં ઑલિમ્પક્સમાં ભાગ લેવા ફ્રાન્સ ગયા છે અને અહીં તેઓ વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યા હતા. તેમણે લક્ઝરી બ્રાન્ડ ચેનલનું બ્લેઝર પહેર્યું હતું. આ પીંક અને વાઇટ ચેક્સ પ્રિંટવાળું બ્લેઝર તેમના પર શોભી રહ્યું હતું. તેમણે સાથે વાઇટ પેન્ટ પહેર્યું હતું.
તમે આ ચેનલ બ્રાન્ડના બ્લેઝરની કિંમત વાંચીને છક્ક થઇ જશો. ચેનલની વેબસાઇટ પર આ બ્લેઝરની કિંમત 4,140 ડૉલર એટલે કે લગભગ 3.46 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. બ્લેઝરની સાથે નીતા અંબાણીએ ડાયમંડ ઇયરિંગ્સ પહેર્યા હતા અને વાળ છૂટા રાખ્યા હતા. તેમના શુઝ પણ એકદમ ક્લાસી હતા.