અંતરીક્ષમાં ફસાયેલ Sunita Williamsના પાછા ફરવાને લઈને NASAનું નિવેદન

નવી દિલ્હી: NASAએ અંતરીક્ષમાં ફસાયેલા અમેરિકન વૈજ્ઞાનિકોની પૃથ્વી પર પરત ફરવાની શક્યતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. થોડા અઠવાડિયા પહેલા અમેરિકાની સ્ટારલાઈનર કેપ્સ્યુલ ઘણા વૈજ્ઞાનિકોને લઈને સ્પેસ સ્ટેશન પર ગઈ હતી. આમાં ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે.
અમેરિકા દ્વારા વિશેષ મિશન પર અંતરીક્ષમાં મોકલવામાં આવેલ અંતરીક્ષ યાત્રિઓની એક ટુકડી સ્પેસક્રાફ્ટમાં ખરાબી આવવાના લીધે ત્યાં જ ફસાઈ ચૂકી છે. અંતરીક્ષમાં જનાર યાત્રીઓમાં ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે. સ્ટારલાઇનર કેપ્સૂલમાં ખરાબી આવવાને લીધે સુનિતા વિલિયમ્સના પાછા ફરવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. જો કે આ બાબતને લઈને નાસાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નાસાએ કહ્યું છે કે આ બંને અંતરીક્ષ યાત્રી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (ISS) પર હજુ થોડા વધુ સમય સુધી રહેશે, કારણ કે તેમને ત્યાં પોતાની યાત્રા દરમિયાન એરક્રાફ્ટ કેપ્સૂલમાં સર્જાયેલ ખામીનો ઉકેલ શોધી રહ્યા છે.
આ પણ વાંચો: અવકાશયાત્રાએ ગયેલી સુનીતા વિલિયમ્સ અણધારી ‘ફસાઈ’ ગઈ!
નાસાએ શુક્રવારે અવકાશયાત્રીઓના પરત ફરવાની કોઈ ચોક્કસ તારીખ નથી જણાવી પરંતુ કહ્યું છે કે તેઓ સુરક્ષિત છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું, “અમે પાછા ફરવાની કોઈ ઉતાવળમાં નથી.” નાસાના અનુભવી પરીક્ષણ પાઇલટ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ફરતી પ્રયોગશાળા માટે રવાના થયા હતા. વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના “ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન વર્ષોના વિલંબ અને અસફળતાઓ બાદ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉપડ્યું હતું.
આ પણ વાંચો: Sunita Williams: સ્પેસ સ્ટેશનમાં ‘Spacebug’ ની હાજરી જાણવા મળી, સુનિતા વિલિયમ્સ અને ક્રૂ મુશ્કેલીમાં
વિલિયમ્સ અને વિલ્મોર લગભગ એક અઠવાડિયા સુધી અવકાશમાં રહેવાની અપેક્ષા હતી, જે કેપ્સ્યુલની ચકાસણી કરવા માટે પૂરતો સમય હતો, પરંતુ અવકાશયાનને આગળ ધપાવવા માટે ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલની પ્રોપલ્શન સિસ્ટમ સાથેની સમસ્યાઓએ નાસા અને બોઇંગને તેમને પૃથ્વી પર પરત ફરવાની યોજનાને સ્થગિત રાખવી પડી હતી. આથી પૃથ્વી પર તેમના સુરક્ષિત પુનરાગમનને લઈને ચિંતા વધારી છે.