પૃથ્વીથી 3600 પ્રકાશવર્ષ દૂર બનેલી આ ઘટના અંગે નાસાએ આપી મોટી માહિતી…
નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 3,600 પ્રકાશવર્ષ દૂર સ્થિત બે વિશાળ ગ્રહોના અથડાવાના કારણે બનેલી ઘટનાની તસવીર કેપ્ચર કરી હતી. જેના માટે નાસાએ ખાસ આકાશ પર નજર રાખવા માટે રચાયેલ નાસાના અવકાશયાનનો ઉપયોગ કર્યો છે.
ખગોળશાસ્ત્રીઓના જૂથે એક વ્યક્તિની જિજ્ઞાસાને સંતોષવા ASASSN-21 નામના તારાના વિચિત્ર વર્તનનો અભ્યાસ વિશે જણાવતા કહ્યું હતું કે આ ઘટના જાણે નવી દુનિયાના જન્મને જોતા હોય તેવો અનુભવ કરાવે છે. નવા ગ્રહોની રચના થતી જોવા મળે છે. પૃથ્વીથી 3,600 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત, આ તારાએ એક અનોખી પેટર્ન બતાવી, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં રસ જગાડ્યો છે. આ અભૂતપૂર્વ ઘટનામાં વૈજ્ઞાનિકોએ બે વિશાળ બર્ફીલા ગ્રહોનું વિલીનીકરણ થતું જોયું અને તેના કારણે વરાળવાળા ખડક અને પાણીથી બનેલા વિશિષ્ટ ડોનટ આકારના વાદળ બનતા હતા અને તે જાણે કોઇ નવા વિશ્ર્વમાં હોવાનો અનુભવ કરાવતા હતા.
ખગોળશાસ્ત્રીઓની ટીમે આ વિચિત્ર ASASSN-21 તારાનો બે વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેની તમામ વિગતોને ઝીણવટપૂર્વક નોંધી તેમજ સમય જતાં તે કેવી રીતે ચમક્યો અને કેવી રીતે વિકસિત થયો.
લીડેન યુનિવર્સિટીના સંશોધક અને અભ્યાસના સહ-નેતા મેથ્યુ કેનવર્થીએ આ અચાનક બનેલી ઘટના વિશે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક ખગોળશાસ્ત્રીએ અહેવાલ આપ્યો કે તારો ઓપ્ટિકલ ફેડિંગના હજાર દિવસ પહેલા ઇન્ફ્રારેડ સ્વરૂપમાં ચમકતો હતો. ત્યારે મને ખબર પડી કે આ એક અસામાન્ય ઘટના છે. સાચું કહું તો, આ અનુભવ મારા માટે સંપૂર્ણ આશ્ચર્યજનક હતો.