નાસાએ ભારતને આપી આ દિવાળી ગિફ્ટ…
ભારતમાં દર વર્ષે દિવાળી ખૂબજ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આમ જોઇએ તો ભારતમાં દરેક તહેવાર ખૂબજ ઉત્સાહ સાથે ઉજવાય છે પરંતુ દિવાળીની રોનક જોવા મળે છે. પ્રકાશનો આ તહેવાર ખુશીઓ લઇને આવે છે. લોકો પોતાના ઘરોમાં દીવા કરે છે અને રંગોળી પણ કરતા હોય છે. તોમજ પાંચ દિવસ સુધી ચાલતા આ તહેવારની તૈયારીઓ લોકો એક મહિના અગાઉથી કરવા લાગે છે. લોકો ફટાકડા ફોડીને આવનારા નવા વર્ષને વધાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંતરિક્ષમાંથી દિવાળી કેવી લાગે છે. નાસાએ દિવાળી પર ભારતને એક અનોખી ભેટ આપી હતી. નાસાએ એક ફોટો શેર કર્યો હતો અને જોમાં અંતરિક્ષમાંથી ભારતનો નજારો જે અદ્બૂત દેખાતો હતો તે જોઇને કોઇનું પણ મન મોહી જાય.
એવું લાગે કે જાણે પૃથ્વી પર તારાઓ ઉતરી આવ્યા હોય. ભારત આખું રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. તો ચાલો તમને પણ નાસાએ શેર કરેલી એ તસવીર તમે પણ જુઓ.
નાસા દ્વારા શેર કરવામાં આવ્યા બાદ આ વીડિયો ઘણા લોકોએ જોયો છે. જેમાં પૃથ્વી તારાઓ અને આકાશગંગાની જેમ ચમકતી જોવા મળે છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વ્યુઝ મળ્યા છે.