Myanmar Military Airstrike: UN Condemns Deadly Attack on Civilians મુંબઈ સમાચાર

Myanmar Violence: મ્યાનમારમાં હવાઈ હુમલામાં 25 રોહિંગ્યા મુસ્લિમોના મોત, UNના વડાએ ચિંતા વ્યક્ત કરી

ભારતનો પાડોશી દેશ માયાન્માર(Myanmar) લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. એવામાં માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સ(UN)ના વડાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રિપોર્ટ અનુસાર, સોમવારે મોડી રાત્રે કરવામાં આવેલા હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 25થી વધુ લોકોના મોત થયા હતા, જયારે 30 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. થાડા મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલેથી 340 કિલોમીટર દૂર આવેલું છે. અહીંના 90 ટકા લોકો બૌદ્ધ છે. સોમવારે સવાર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે રોકેટ મારો કરવામાં આવ્યો હતો. જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે.


આ હુમલાના અહેવાલો અંગે મ્યાનમારની સૈન્ય સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. હુમલાના અહેવાલો અંગે યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથ તેમણે તેમણે મ્યાનમારમાં બગડતી સામાજિક-રાજકીય સ્થિતિ અને વધતા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે યુએનના ચીફ તમામ પ્રકારની હિંસાની નિંદા કરે છે અને નાગરિકોની સુરક્ષા અને હિંસાનો અંત લાવવાના તેમના આહ્વાન કરે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021 માં આંગ સાન સુ કીની સરકાર સામે મ્યાનમારના સૈન્યએ સશસ્ત્ર બળવો કર્યો હતો અને, અને સૈન્ય સરકાર સ્થાપી હતી. ત્યારથી દેશમાં લોકશાહી તરફી સંગઠનો અને સૈન્ય વચ્ચે સંઘર્ષ થઇ રહ્યો છે.
લોકશાહી તરફી સંગઠનોને દબાવવા હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, 2021માં લશ્કરે બળવો શરૂ કર્યો ત્યારથી 1,652 હવાઈ હુમલાઓમાં 936 નાગરિકો માર્યા ગયા અને 878 ઘાયલ થયા. હવાઈ હુમલામાં 137 ધાર્મિક ઇમારતો, 76 શાળાઓ અને 28 હોસ્પિટલોને પણ નુકસાન પહોંચ્યું છે.
બૌદ્ધ બહુમતી ધરાવતા દેશ મ્યાનમારમાં લાંબા સમયથી લઘુમતી રોહિંગ્યા સમુદાયના લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. લગભગ 74,000 રોહિંગ્યા મ્યાનમારથી ભાગીને બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોમાં ગયા.

Back to top button