આ બાબતોમાં Gold City Dubai કરતાં વધુ અમીર છે Mumbai, જાણશો તો તમે કહેશો વાહ…
Gold City તરીકેની ઓળખ ધરાવતું Dubaiની પરિસ્થિતિ હાલમાં તો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર છેલ્લાં સાત દાયકામાં દુબઈમાં આટલો બધો વરસાદ નથી પડ્યો. ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા પર પણ દુબઈમાં થયેલો જળબંબાકાર જોઈને જ ત્યાં થયેલી તરાજીનો અંદાજો આવી જાય. પણ શું તમને ખબર છે દુબઈની સામે આપણી માયાવી નગરી મુંબઈ અમુક બાબતમાં આગળ છે, સમૃદ્ધ છે? નહીં ને? ચાલો તમને જણાવીએ મુંબઈની એ ખાસિયત કે જે તેને દુબઈથી પણ વધુ અમીર બનાવે છે.
દુબઈની ગણતરી દુનિયાના આધુનિક શહેરોમાં કરવામાં આવે છે પણ તેમ છતાં કેટલીક એવી બાબતો, મુદ્દાઓ એવા છે કે જેમાં મુંબઈ દુબઈને માત આપે છે. તમારી જાણ માટે હારૂનની યાદી પ્રમાણે મુંબઈમાં 92 અબજોપતિ રહે છે અને આ આંકડો દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો આંકડો છે. જ્યારે દુબઈનો સમાવેશ ટોપ 10માં પણ નથી થતો.
આ સિવાય સ્ટાર્ટઅપની વાત કરીએ તો દુબઈમાં 300 જેટલા સ્ટાર્ટઅપ છે જેની સામે એકલા મુંબઈમાં 5000થી વધુ સ્ટાર્ટઅપ આવેલા છે. આની સાથે સાથે જ GDPની વાત કરીએ તો આ મામલામાં તો મુંબઈ દુબઈ કરતાં અનેક ગણી આગળ છે. મુંબઈની GDP આશરે 310 બિલિયન ડોલર છે જ્યારે દુબઈની GDP 30 અબજ ડોલરની છે.
વાત કરીએ અહીંની રહેણી કરણી અને ખાણીપીણીની. મુંબઈમાં તમે જો હોટેલમાં જમવા જાવ તો દુબઈ કરતાં સરવાળે સસ્તું પડે છે. મુંબઈમાં જ્યાં એક માણસને જમવા માટે 400 રૂપિયામાં કામ પતી જાય છે જ્યારે દુબઈમાં તમને આના માટે આશરે 910 રૂપિયાની જરૂર પડશે.
આધુનિક શહેરોમાં દુબઈની ગણતરી થઈ રહી હોવા છતાં પણ દુબઈમાં ઈન્ટરનેટ જેવી પાયાભૂત સુવિધા માટે પણ વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડે છે. મુંબઈ જેવા શહેરમાં 60 mbpsની સ્પીડના ઈન્ટરનેટ માટે જ્યાં આશરે 700 રૂપિયા ચૂકવવા પડે છે ત્યારે દુબઈમાં એના માટે તમારે 7900 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
સૌથી મહત્વની અને કામની વાત કરીએ તો ઘરની બાબતમાં પણ આ મુંબઈ પ્રમાણમાં ખૂબ જ સસ્તી છે. મુંબઈમાં જ્યાં 1bhk ઘર ભાડે લેવા માટે 50,000 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડે છે તો દુબઈમાં એના માટે દોઢ લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવવું પડી શકે છે.
મુંબઈમાં જ્યાં મહિનાના 4500 રૂપિયામાં ઈલેક્ટ્રીકસિટી, એસી જેવી અન્ય યુટિલિટી ફેસિલિટી ઉપલબ્ધ થાય છે જ્યારે દુબઈમાં એના માટે 17,000 રૂપિયા સુધીનો ખર્ચ અપેક્ષિત છે. મુંબઈ અને દુબઈ બંને શહેરો વચ્ચેની આ સરખામણી જોયા અને સાંભળ્યા બાદ કહો જોઈએ હવે મુંબઈ બહુ મોંઘુ કે સોંઘુ છે?