ઇન્ટરનેશનલ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આ શું કરતાં જોવા મળ્યો ધોની?

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટજગતમાં સચિન તેંડુલકર બાદ સૌથી વધુ ચર્ચાતું તેમ જ લોકપ્રિય નામ અને ચહેરો છે. જ્યારે કેપ્ટન ફૂલ માહીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારે તેના ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા અને તેના ફેન્સ હવે તેને એક વખત મેદાનમાં રમતો જોવા માટે આખું વર્ષ રાહ જુએ છે. હવે એ સવાલ થાય એ સ્વાભાવિક છે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આખરે ધોની બાકીના સમયમાં શું કરતો હોય છે? તમારા આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ અમે. આઇપીએલ સિવાયના ખાલી પડેલા સમયમાં ખેતી અને તેના પાળેલા પ્રાણીઓ સાથે ઘણો સમય વિતાવતો જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર તેના પાળેલા પ્રાણીઓ સાથેના વીડિયો પણ આપણને જોવા મળતા હોય છે.

આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં એમ એસ ધોની તેના પાળેલા ઘોડા અને તેના બચ્ચાઓને ખવડાવતો જોવા મળી રહ્યો છે. જોકે આ પહેલી વખત નથી કે ધોનીનો આવો કોઈ વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ અનેક વખત તે તેના શ્વાન સાથે સમય પસાર કરતો જોવા મળે છે, તેમને ખવડાવતો જોવા મળે છે. એટલું જ નહીં પણ કેપ્ટન ફૂલ તેનો જન્મદિવસ પણ આ પ્રાણીઓ સાથે ઉજવતો જોવા મળે છે.


ફરી બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોની તો આ વીડિયોમાં છે એકલો ધોની નહીં પણ તેની સાથે બીજા લોકો પણ જોવા મળી રહ્યા છે.


વીડિયોમાં ઘોડો ધોનીના હાથ ચાટતો જોવા મળી રહ્યો છે અને ધોની પણ ઘોડા પર અઢળક વહાલ વરસાવતો જોવા મળી રહ્યો છે અને ઘોડાને કહી રહ્યો છે કે અરે હાથ નથી ખાવાનો… આવું નહીં કર. ત્યાર બાદ ધોની ઘોડાના બચ્ચાને ખવડાવતો જોવા મળે છે.

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં ધોનીના પ્રાણીપ્રેમની સાથે સાથે જ તેના નવા લૂકની ચર્ચા પર થઈ રહી છે. ધોની આ વીડિયોમાં નવા લૂકમાં જોવા મળી રહ્યો છે. લોંગ હેરસ્ટાઈલમાં ધોની વધુ ફૂલ લાગી રહ્યો છે.

વાત કરીએ તો ધોનીએ મેદાન પર રમવાની તો એ અંગે મળી રહેલી માહિતી પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પરંતુ તે હજી પણ રમતો જોવા મળે છે અને તે 42 વર્ષની ઉંમરે પણ ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને તેની કેપ્ટનશિપ હેઠલ ચેન્નઈ સુપર કિંગ્સ 5મી વખત ચેમ્પિયન બની ચૂકી છે.


આ અગાઉ ધોનીએ આઈપીએલ 2024 રમવાના સંકેત પણ આપ્યા હતા અને આઈપીએલ 2024ના ઓક્શન પહેલા CSK ધોનીને રિટેન કરીને ફરી એક વખત કેપ્ટનશિપ આપીને આ આખું પિકચર કલીયર કરી દીધું છે કે 43 વર્ષીય ધોની IPL 2024માં રમતો જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button