ઇન્ટરનેશનલ

મોઝામ્બિકના દરિયાકાંઠે મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 91 લોકોનાં મોત

દક્ષિણ આફ્રિકન દેશ મોઝામ્બિકના ઉત્તરી કિનારે લોકોથી ભરેલી બોટ ડૂબી જતાં 90 થી વધુ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લગભગ 130 લોકોને લઈને ફિશિંગ બોટ નામપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર જઈ રહી હતી.

મોઝામ્બિક વિશ્વના સૌથી ગરીબ દેશમાંનો એક છે. દેશના લગભગ બે તૃતીયાંશ વસ્તી ગરીબીમાં જીવે છે,આ દુઃખદ ઘટનાની માહિતી આપતા નામપુલા પ્રાંતના સ્ટેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે મોટાભાગના મુસાફરો કોલેરા વિશે ખોટી માહિતીને કારણે ગભરાટથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


બોટ મોઝામ્બિક ટાપુ તરફ પ્રયાણ કરી રહી હતી એક તપાસ ટીમ બોટ દુર્ઘટનાનું કારણ જાણવા માટે કામ કરી રહી છે. બચી ગયેલા પાંચમાંથી બેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વિશ્વના આ ગરીબ દેશમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને મોટી સંખ્યામાં લોકોૌ મરી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબરથી આ રોગના લગભગ 15,000 કેસ અને અનેક મૃત્યુ નોંધાયા છે. નામપુલા પ્રાંત કોલેરાનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે.


2010માં મોઝામ્બિકમાં વિશાળ કુદરતી ગેસ ભંડાર મળી આવતા દેશના લોકોને ગરીબીમાંથી બહાર આવવાની આશા બંધાઇ હતી, પણ 2017 થી, ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલ બળવાને કારણે પ્રગતિ અટકી ગઇ છે. લડાઈ શરૂ થઈ ત્યારથી 5,000થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 1 મિલિયન લોકોને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button