ગલુડિયાઓને ઠપકો આપી રહ્યો હતો માલિક, પછી જે થયું
આપણામાં કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. માતા તો માતા જ હોય છે. માતાના પ્રેમની તોલે કોઇ પ્રેમ ના આવી શકે, પછી તે કોઈપણ જીવની માતા હોય. માણસ હોય કે પ્રાણી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. માતાના પ્રેમનું આ જીવંત ઉદાહરણ છે. આ જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે ગલુડિયાઓ શાંતિથી બેઠા છે, માલિક તેમને કંઈક કહી રહ્યો છે. બંને ગલુડિયાઓ ઉદાસ ચહેરે તેને ચૂપચાપ સાંભળી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળે છે કે માલિક તેમને ઠપકો આપી રહ્યો છે. તેની માતા થોડે દૂર બેસીને આ બધું જોઈ રહી છે. તે બધું ચૂપચાપ સાંભળી રહી છે, કદાચ તે જાણે છે કે તેના બાળકોએ ભૂલ કરી છે. માલિક ક્યારેક ક્યારેક માતા તરફ આંગળી ચીંધે છે અને ગલુડિયાઓને ઠપકો આપે છે. મા હજુ પણ કશું બોલતી નથી.
ગલુડિયાઓને માલિકનો ઠપકો નથી ગમતો, પણ છતાં, તેઓ ગરદન નમાવીને ચૂપચાપ માલિકના ઠપકાને અવગણી રહ્યા છે. માલિક ગલુડિયાઓને પકડીને તેમની ભૂલનો અહેસાસ કરાવે છે. નજીકમાં રાખેલા ઓશીકા જેવું કંઈક છે જે ફાટી ગયું છે. કદાચ ગલુડિયાઓએ પોતે રમતી વખતે ઓશીકું ફાડી નાખ્યું હશે. જો કે આ પછી શું થાય છે તે જોવા જેવું છે.
માલિક ગલુડિયાઓને ઠપકો આપતી વખતે તેના ચપ્પલ બહાર કાઢે છે, તે તેના હાથમાં ચપ્પલ વડે ગલુડિયાઓને ડરાવે છે. ગલુડિયાઓની માતા શ્વાન હજુ પણ મૌન છે, પણ જેવો તે ચંપલ વડે ગલુડિયાને મારવા જાય છે કે, તરત માતા શ્વાન તેના માલિક પર ત્રાટકે છે. જો કે, તે માલિકને મારતી નથી કે કોઈ નુકસાન પહોંચાડતી નથી. માતાનો પ્રેમ માલિકને વશ તો કરે જ છે, પરંતુ ગલુડિયાઓને (બેબી શ્વાનો) મારવાથી રોકે છે. માતા શ્વાન સતત ચપ્પલ છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. જાણે તે માલિકને તેના બાળકોને ન મારવા કહેતી હોય અને જણાવતી હોય કે હું તેમના માટે હાજર છું. આ જોઈને માલિક આશ્ચર્યચકિત થઈ જાય છે. તે ઘણી વખત ગલુડિયાઓ પર ચપ્પલ વડે હુમલો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ દર વખતે માતા શ્વાન તેને રોકી દે છે. આ વીડિયો ખરેખર ઈમોશનલ છે. તમે પણ આ વીડિયો જુઓ. તમારું દિલ ખુશ થઇ જશે.
આ વીડિયોને ન્યૂઝડિગી નામના યુઝરે ઈન્સ્ટા પર શેર કર્યો છે.
આના પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે. તેને શેર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતાની લાગણીઓ જોવા મળે છે – કેટલો સુંદર વીડિયો… જ્યાં સુધી માલિકે ઠપકો આપ્યો ત્યાં સુધી તે હલી નહીં.. કારણ કે તે જાણતી હતી કે તેના ગલુડિયાઓએ ખોટા કર્યું હતું…પણ જ્યારે માલિકે બચ્ચાઓને મારવા માટે ચપ્પલ ઉઠઆવ્યો તો માતાએ તેને ધક્કો માર્યો…’ આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, માતા શ્વાને હુમલો નથી કર્યો. જ્યારે બીજાએ લખ્યું છે કે, બાળકો ઘણા સુંદર છે, માતા પણ ખૂબ સુંદર છે.