ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Beirutમાં ઇઝરાયલની વધુ એર સ્ટ્રાઈક, ફ્રાન્સે ઇઝરાયલ સામે આ પગલું ભર્યું

તેલ અવિવ: યુદ્ધ વિરામ માટે દુનિયાભરના દેશોની અપીલ છતાં ઇઝરાયેલે શનિવારે લેબનાન પર બોમ્બમારો ચાલુ (Israel attack on Lebanon)રાખ્યો હતો. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂતના દક્ષિણ ભાગમાં અને પ્રથમ વખત ઉત્તરમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો.

લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, “ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ બેરૂતના દક્ષિણ ઉપનગરો પર ચાર એર સ્ટ્રાઈક કરી હતી અને એક એર સ્ટ્રાઈક ચવેઇફાટ વિસ્તાર પર કરી હતી, એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી.”

ચાલુ એર સ્ટ્રાઈક વચ્ચે, ઇઝરાયેલી સૈન્યએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી રહેવાસીઓને સ્થળાંતર કરવા માટે એક ફરી એક વાર ચેતવણી આપી છે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે દક્ષિણ લેબનાનની અંદર જમીની કાર્યવાહી શરૂ કરી ત્યારથી તેઓએ 400 થી વધુ હિઝબુલ્લાહના સભ્યોને મારી નાખ્યા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને શનિવારે ઇઝરાયેલને શસ્ત્રોની ડિલિવરી પર રોક લગાવવાની હાકલ કરી હતી અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના લેબનાનમાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં સૈનિકો મોકલવાના નિર્ણયની ટીકા કરી હતી.

આ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત લેબનાનમાંથી હજારો લોકો પલાયન કરી રહ્યા છે, જ્યારે ગાઝામાં યુદ્ધની શરૂઆતની નજીક આવી રહેલી વર્ષગાંઠ નિમિત્તે વિશ્વભરમાં રેલીઓ યોજવામાં આવી રહી છે.

લેબનોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહના નેતા સૈયદ હસન નસરાલ્લાહના અનુગામી, હાશેમ સફિદ્દીનનો શુક્રવારથી સંપર્ક થઇ શક્યો નથી.

ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો કે સૈન્ય ઈરાન પર મોટો હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ઈરાને ઇઝરાઇલના ટાર્ગેટ પર લગભગ 200 મિસાઇલ છોડી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button