વિશ્વમાં આવનારી છે Corona થી પણ ખતરનાક મહામારી, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

લંડન : વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona) જેવી મહામારીનો ખતરો ઉભો થયો છે. તેવા સમયે બ્રિટિશ નિષ્ણાતોએ આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થશે તેવી ચેતવણી આપી છે. બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વાલેંસે (Patrick Valance) દાવો કર્યો છે કે વિશ્વમાં વધુ એક ભયંકર રોગચાળો આવી રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને દરેકે સતર્ક રહેવું જોઈએ. અત્યારે દુનિયાના ઘણા દેશોમાં ચૂંટણી ચાલી રહી છે. લોકોએ ચૂંટણીમાં આવા મુદ્દા ઉઠાવવા જોઈએ.
વાલેંસની ચેતવણીએ ફરી એકવાર ચિંતા વધારી
પેટ્રિક વાલેંસે કહ્યું કે હવે જે રોગચાળો આવશે તેને રોકવો લગભગ અશક્ય બની જશે. તેમણે બ્રિટનના લોકોને ચૂંટણીમાં આને મહત્વનો મુદ્દો બનાવવા જણાવ્યું હતું. તેમજ પેટ્રિક વાલેંસ તમામ દેશોની સરકારોને સતર્ક રહેવા જણાવ્યું છે. પેટ્રિક વાલેંસે એપ્રિલ 2018 થી 2023 સુધી બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન બ્રિટન સહિત સમગ્ર વિશ્વને કોરોના સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. વાલેંસે કોરોના સામે નીતિઓ બનાવી, તેમની સિદ્ધિઓ માટે તેમને વર્ષ 2022માં સરનું બિરુદ આપવામાં આવ્યું. આવી સ્થિતિમાં વાલેંસની ચેતવણીએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.
આ રોગચાળામાં કોઈ લક્ષણો જણાશે નહિ
તેમણે કહ્યું કે, 2020માં કોરોનાને કારણે યોગ્ય સારવાર લોકો સુધી પહોંચી શકી નથી. આ વખતે જરૂરી પગલાં લેવાની જરૂર છે, જેથી લોકો સુધી સારવાર અને રસી સરળતાથી પહોંચાડી શકાય. વાલેંસે વિશ્વના G-7 દેશોને કહ્યું કે આવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે.
આવનારી મહામારી આ બેદરકારીનું પરિણામ હશે. આનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર પડશે આ રોગચાળામાં કોઈ લક્ષણો જણાશે નહિ. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના દબાણનો પણ ઉલ્લેખ કર્યો. વર્ષ 2020માં કોરોનાને લીધે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
Also Read –