ઇન્ટરનેશનલ

ખેલ દરમિયાન વાંદરાની હરકતથી લોકોના શ્વાસ થયા અધ્ધર, જુઓ વીડિયો


સોશિયલ મીડિયા પર દરરોજ કંઇકને કંઇક અવનવા, વિચિત્ર વીડિયો જોવા મળે છે. આવા વીડિયોમાં ક્યારેક પ્રાણીઓની રમુજી ક્રિયાઓ તો ક્યારેક માણસોની વિચિત્ર ક્રિયાઓ જોવા મળે છે. આવો જ એક નવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાનરનું એવું પરાક્રમ જોવા મળ્યું કે જે જોઈને તમે ચોંકી જશો.

નાનપણમાં આપણે તો વાનર અને મદારીનો ખેલ જોયો જ છે. આજકાલના શહેરી બાળકો માટે કદાચ આ નવાઇની વાત હશે. જો કે, વાંદરા અને મદારીનો આ ખેલ આજકાલ ભાગ્યે જ જોવા મળે છે. આ ખેલમાં વાંદરો તેના માસ્ટર એટલે કે મદારીની સૂચના પર વિવિધ યુક્તિઓ કરીને લોકોનું મનોરંજન કરવાનું કામ કરે છે.

આવા ખેલમાં ક્યારેય કોઈ વાનર મદારી પર હુમલો કરતો જોવા મળ્યો નથી, પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાનર અને મદારીના ખેલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જે જોવા મળ્યું તેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાંદરાના સ્વેગને જોઈને તમને 440 વોલ્ટનો આંચકો પણ લાગશે. સંજય નિષાદ નામના એક વ્યક્તિ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં વાંદરો અને મદારી ખેલ બતાવી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મદારી વાંદરાની રમત બતાવવા બેઠો છે, પરંતુ વાંદરાનો મૂડ તદ્દન અલગ જ લાગે છે અને તે હાથમાં છરી લઈને મદારીને સતત ડરાવી ધમકાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગુસ્સે થયેલો વાંદરો પોતાના હાથમાં ચાકુ ઉપાડે છે અને મદારી પર હુમલો કરે છે. વાંદરો જે રીતે મદારીને ધમકાવતો હતો, તે જોઈને લોકો દંગ રહી ગયા હતા.


વાંદરા અને મદારીના આ વીડિયો પર યુઝર્સ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે વાંદરો મજાક કરી રહ્યો છે. તો વળી બીજાએ લખ્યું હતું કે વાંદરો તો મદારી કરતા પણ ઝડપી નીકળ્યો. વળી અન્ય એકે લખ્યું હતું કે મદારીએ વાંદરાને ઘણો હેરાન કર્યો હશે, જેને કારણે વાંદરો બદલો લઇ રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે મદારીએ મદિરા પીધી હોય અને ડમરુની જગ્યાએ બિન વગાડી દીધી હોય એવું લાગે છે. એ જે હોય તે પણ સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને મઝાથી માણી રહ્યા છે અને રમૂજી કમેન્ટ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button