India-Maldives Relations: માલદીવને સંબંધો સુધારવાની તક, શું મોદીના શપથ ગ્રહણમાં સામેલ થશે?
મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ દેશોમાં માલદીવ પણ સામેલ છે. આને માલદીવ માટે ભારત સાથેના સંબંધો સુધારવાની તક તરીકે જોવામાં આવી રહ્યું છે. માલદીવ અને ભારત વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે.
આધારભૂત સૂત્રોએમાહિતી આપી છે કે મુઇઝુએ ભારતના આમંત્રણ સ્વીકાર કર્યો છે. માલદીવના અધિકારીઓએ જણાવ્યું કે મોહમ્મદ મુઈઝૂ અને વિદેશ મંત્રી મુસા ઝમીર શપથ ગ્રહણમાં હાજરી આપશે. તેમની સાથે તેમના કેબિનેટના ત્રણ સભ્યો પણ હશે. માલદીવમાં સત્તામાં આવ્યા બાદ મુઇઝ્ઝુની આ પ્રથમ ભારત મુલાકાત હશે. મુઈઝુ અગાઉ ચીન અને તુર્કીની મુલાકાત લઈ ચૂક્યા છે.
Read More: OMG, અહીં યુવાનો કામ-ધંધો છોડીને આખો દિવસ Reels And Porn Video જુએ છે…
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરાયેલા વિદેશી નેતાઓમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો સમાવેશ થાય છે. સમારોહ 9 જૂને યોજાય તેવી શક્યતા છે. બાંગ્લાદેશના શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ સમારોહમાં હાજરી આપનારા વિદેશી નેતાઓમાં સામેલ છે.
આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મુઈઝુએ મોદીને અભિનંદન આપ્યાના એક દિવસ બાદ તેમને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીન સાથે માલદીવના સંબંધો ગાઢ બની રહ્યા છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં માલદીવના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હવે ભારતે મોહમ્મદ મુઈઝુને આમંત્રિત કરીને ફરી એકવાર સંબંધો સુધારવાની તક આપી છે.
Read More: Canada PM Justin Trudeauએ Modiને આપ્યા અભિનંદન, પણ લોકોએ આ વાતે કર્યા ટ્રોલ
મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે, જેમાં હવે માલદીવે પણ હાજર રહેવાની પુષ્ટિ કરી દીધી છે.