ઇન્ટરનેશનલ

ફ્રિજમાંથી મળી આવી મોડલની લાશ, હાથ-પગ બાંધેલા હતા…

અમેરિકાની સનસનીખેજ હત્યા

અમેરિકામાં 31 વર્ષની મોડલ મેલિસા મૂનીની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મેલિસાનો મૃતદેહ તેના જ ઘરના રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. આ ઘટના લોસ એન્જલસની છે. 12 સપ્ટેમ્બરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા પહેલા મેલિસા પર હુમલો કરવામાં આવ્યો હતો. તે બે માસની ગર્ભવતી પણ હતી. તેના ચહેરા, માથા, પીઠ અને ડાબા હાથ પર ઊંડી ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

ટોક્સિકોલોજીના પરિણામોમાં તેના શરીરમાં બેન્ઝોઈલેકગોનાઈન તેમજ કોકેઈથીલીન અને ઈથેનોલની માત્રા મળી આવી છે. જો કે, મોડેલનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેના શરીર પરના ઇજાઓ દર્શાવે છે કે મૃત્યુ પહેલા તેને માર મારવામાં આવ્યો હતો.


મેલિસાની બહેનનો દાવો છે કે મૃત્યુ સમયે તે બે મહિનાની ગર્ભવતી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મેલિનાના આઈક્લાઉડ પર એક એલર્ટ પણ મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે કોઈ તેના મોબાઇલ, કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યું છે.


મેલિસાની બહેન અને મોડલ જોર્ડિન પૌલિને કહ્યું હતું કે હું કલ્પના પણ કરી શકતી નથી કે મારી બહેન પર શું વિત્યું હશે અને તે વિશે વિચારીને મને દુઃખ થાય છે. તેને કોણે અને શું કામ મારી હશે? તેણે કોઇનું શું બગાડ્યું હતું? અને મારી નાખ્યા બાદ આવી રીતે હાથ-પગ બાંધેલી હાલતમાં ફ્રિજમાં લાશ શા માટે મૂકી? નક્કી આ કોઇ સાયકો કિલર જ હોઇ શકે છે. મારી એટલી જ ઇચ્છા છે કે હત્યારો કોણ છે એ જાણવા મળે અને એને યોગ્ય સજા થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button