ઇન્ટરનેશનલ

4 વર્ષ પહેલાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીની વિશે માહિતી આપનારને 10,000 યુએસ ડોલરનું ઇનામ મળશે….

નવી દિલ્હી: ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ ચાર વર્ષ પહેલાં ન્યુજર્સીમાંથી ગુમ થયેલા 29 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિશે માહિતી આપનારને 10,000 US ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગુમ થયેલ માયુશી ભગત છેલ્લે 29 એપ્રિલ 2019ના રોજ સાંજે ન્યુજર્સી સિટીમાં તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. માયુષીના પરિવારે 1 મે 2019 ના રોજ માયુષીના ગુમ થયાની પોલીસને જાણ કરી હતી.

એફબીઆઈ નેવાર્ક ફીલ્ડ ઓફિસ અને જર્સી સિટી પોલીસ વિભાગે માયુષીના ગુમ થવાના કેસને ઉકેલવા માટે જનતાની મદદ માંગી છે. FBI માયુશીના વિશે કોઇપણ પ્રકારની માહિતી આપનારને તેમજ તેને શોધવામાં મદદ કરનારને 10,000 US ડોલરનું ઈનામ મળશે. એફબીઆઈએ ગયા વર્ષે જુલાઈમાં ગુમ થયેલ વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં માયુષીનું નામ પણ હતું. આ લિસ્ટ જાહેર કરીને લોકો પાસેથી મદદ માંગવામાં આવી હતી.


જુલાઈ 1994માં ભારતમાં જન્મેલી માયુષી ભગત સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી હતી. માયુષી અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ જાણતી હતી. તેમજ તપાસ અધિકારીઓનું કહેવું છે કે ન્યૂજર્સીના સાઉથ પ્લેનફિલ્ડમાં તેના કેટલાક મિત્રો રહે છે. એફબીઆઈએ આ તમામ મિત્રોને પણ કહ્યું છે કે જો કોઈને માયુષી વિશે કોઈ પણ માહિતી મળે તો તે અમારી સાથે શેર કરે. અથવા જર્સી સિટી પોલીસ વિભાગને ફોન કરીને તેની જાણ કરે.


નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ એફબીઆઇ તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button