ઇન્ટરનેશનલ

કિવમાં ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો; યુક્રેનના આરોપ પર રશિયાની પ્રતિક્રિયા

કિવ: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે આજે ગુરુવારે 13 એપ્રિલના રોજ અહેવાલો સામે આવ્યા હતા કે કિવમાં એક ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રશિયા દ્વારા કરવામાં આવ્યો હોવાનો યુક્રેને દાવો કર્યો હતો. હવે આ મામલે રશિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

રશિયાએ સંડોવણીથી કર્યો ઇનકાર

પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવાર 13 એપ્રિલના રોજ કિવ સ્થિત એક ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો થયો છે. યુક્રેને દાવો કર્યો હતો કે આ હુમલો રશિયા દ્વારા કરવામાં આવ્યો હતો. હવે આ મામલે રશિયાની પ્રતિક્રિયા આવી છે. રશિયાએ યુક્રેનના કિવમાં ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર થયેલા હુમલામાં તેની સંડોવણીને નકારી કાઢી છે. રશિયાએ કહ્યું કે આ હુમલામાં યુક્રેનિયન હવાઈ સંરક્ષણ મિસાઇલનો સમાવેશ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દવા કંપની કુસુમના વેરહાઉસ પર હુમલો થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે યુક્રેને આ હુમલા પાછળ રશિયાનો હાથ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે રશિયાએ તેની સંડોવણીથી ઇનકાર કર્યો છે.

યુક્રેને કર્યો રશિયા પર આક્ષેપ

યુક્રેનિયન દૂતાવાસે કહ્યું હતું કે, આજે એક રશિયન મિસાઇલે યુક્રેનમાં ભારતીય દવા કંપની કુસુમના વેરહાઉસ પર હુમલો કર્યો. ભારતનો ખાસ મિત્ર હોવાનો દાવો કરતું મોસ્કો જાણી જોઈને ભારતીય વ્યવસાયોને નિશાન બનાવી રહ્યું છે. આ દ્વારા તે બાળકો અને વૃદ્ધો માટે બનેલી દવાઓનો નાશ કરી રહ્યું છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button