ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણી માનસિકતા હજુ પણ જેહાદી છે, પાકિસ્તાની જનતા સરકાર પર કેમ ભડકી…
કરાચી: પાકિસ્તાને આજ સુધી ઇતિહાસમાં નોંધપાત્ર કહી શકાય તેવી કોઇ ખાસ પ્રગતિ કરી નથી. ત્યારે આ વર્ષે મિસ યુનિવર્સની સ્પર્ધા યુએઇમાં યોજાવાની છે જેમાં પાકિસ્તાનની પાંચ યુવતીઓ ભાગ લઇ રહી છે અને તેનો હોબાળો આખા પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે. ચાલી રહેલા વિવાદ સામે પાકિસ્તાની યુ ટ્યુબર આલિયા શાહે કહ્યું હતું કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણી માનસિકતા હજુ પણ જેહાદી છે. જો કે પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. પરંતુ પાકિસ્તાનની સરકાર અને ત્યાંના કટ્ટરપંથીઓ આ બાબતથી નારાજ છે.
મિસ યુનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પાકિસ્તાનની પાંચ યુવતીઓની પસંદગી કરવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર છે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાની યુવતી ભાગ લેશે એ સમાચારે સરકારને એટલો આંચકો આપ્યો છે કે પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવર-ઉલ-હક કક્કરે વિદેશ મંત્રાલયને યુએઈ સરકાર સાથે ત્યાં સ્થિત કંપની વિશે વાત કરવા કહ્યું છે પાકિસ્તાન સરકારની મંજૂરી વિના પાકિસ્તાની યુવતીઓને કેવીરીતે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી આપી?
પાકિસ્તાન સરકારના આ આદેશ બાદ ઘણી પાકિસ્તાની મહિલાઓ સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે. પાકિસ્તાની યુટ્યુબર આલિયા શાહે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, લોકો પાસે ખાવા માટે અન્ન નથી, લોકો ભૂખથી મરી રહ્યા છે. વીજળીના બિલ એટલા વધી રહ્યા છે કે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આતંકવાદ ચરમસીમાએ છે, પાકિસ્તાનમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. પરંતુ આપણા માટે આ બધા મુદ્દા નથી. આપણી સરકાર માટે મુદ્દો એ છે કે આ છોકરીઓ મિસ યુનિવર્સમાં જવાની હિંમત કેવી રીતે કરી શકે અને આ કંપની કોણ છે જે તેમને તેમાં ભાગ લેવાનું કહી રહી છે તેની તપાસ આઇબીને સોંપવામાં આવશે.
મિસ યુનિવર્સ માટે સિલેક્ટ થવા માટે આયોજિત કોમ્પિટિશનમાં 200થી વધુ પાકિસ્તાની યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પાંચની પસંદગી કરવામાં આવી હતી. કરાચીની એરિકા રોબિન પ્રથમ આવી હતી. ત્યારબાદ વિવાદ ત્યારે શરૂ થયો હતો.
યુ ટ્યુબર આલિયા શાહે કહ્યું હતું કે આપણે આ રીતે આગળ વધી શકતા નથી. દુનિયા ક્યાંથી આવી ગઈ છે અને હવે આપણે ક્યાં છીએ? આ ખૂબ જ અફસોસની વાત છે કે જ્યારે છોકરીઓને આગળ વધવાની તક મળી રહી છે, ત્યારે તેમને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમને આગળ વધવા દો. આપણા પાડોશી દેશ ભારતે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું છે.આ સફળતા સાથે તેમનું મૂન મિશન પૂર્ણ થયું છે. ભારતે તેનું સોલાર મિશન પણ મોકલ્યું છે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતની માત્ર છોકરીઓ જ ભાગ લઈ રહી છે. તેમાં કોઈને તેની સાથે કોઈ સમસ્યા પણ નથી હોતી.