આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ આ દેશના નામે થયો…
નિકારાગુઆના શેનીસ પેલેસિયોને 72મી મિસ યુનિવર્સ સ્પર્ધાનો તાજ પોતાના નામે કર્યો હતો. અલ સાલ્વાડોરમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 90 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 23 વર્ષની શ્વેતા શારદા આ ઈવેન્ટમાં ભાગ લેવા ભારતથી ગઈ હતી. જોકે શ્વેતા ટોપ ટેનમાં પણ જગ્યા બનાવી શકી નહોતી.
મિસ યુનિવર્સનો તાજ શેનિસ પેલેસિયોને અમેરિકાની આર બોની ગેબ્રિયલ દ્વારા પહેરવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની મોરાયા વિલ્સન સેકન્ડ રનર અપ રહી હતી જ્યારે થાઈલેન્ડની એન્ટોનિયા પોર્સીલ્ડ ફર્સ્ટ રનર અપ રહી હતી. થાઈલેન્ડની એન્ટોનિયા, ઓસ્ટ્રેલિયાના મોરે વિલ્સન અને નિકારાગુઆના શાનીસ પેલેસિયો ટોપ થ્રીમાં પહોંચ્યા હતા.
મિસ યુનિવર્સ 2023નો ખિતાબ જીતનાર શેનિસ પેલેસિયોનો જન્મ વર્ષ 2000માં થયો હતો. શેનિસ પેલેસિઓએ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમજ તેને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ છે. આ ઉપરાત તે યુનિવર્સિટી કક્ષાએ વોલીબોલ રમી ચૂકી છે.
23 વર્ષની શ્વેતા શારદાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે ટોપ ટેનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ વખતે પાકિસ્તાને પણ મિસ યુનિવર્સ સ્પર્ધામાં પ્રવેશ કર્યો હતો.