પાકિસ્તાનમાં કેદ 183 ભારતીય નાગરિકને મુક્ત કરવા વિદેશ મંત્રાલયની અપીલ

નવી દિલ્હીઃ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને તેના જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરી છે. ભારતે બુધવારે પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તેઓ 183 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને તેમની જેલની મુદત પૂરી કર્યા પછી મુક્ત કરે અને ભારત પરત મોકલે.
વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 183 નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહેવામાં આવ્યું છે, જે ભારતીય હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો…બંદૂકો, પાઇપ બોમ્બ, ISIS ધ્વજઃ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સના આતંકી હુમલાખોરની ટ્રકમાંથી શું મળ્યું જાણો
2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ બંને દેશો દ્વારા નાગરિક કેદીઓ અને માછીમાર કેદીઓની યાદીની આપ-લે કરવામાં આવે છે.
ભારતે તેની કસ્ટડીમાં રહેલા 381 નાગરિક કેદીઓ અને 81 માછીમારોના નામ શેર કર્યા છે જેઓ પાકિસ્તાની છે અથવા પાકિસ્તાની હોવાની શંકા છે. એવી જ રીતે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને તેની કસ્ટડીમાં 49 નાગરિક કેદીઓ અને 217 માછીમારોના નામ શેર કર્યા છે જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાની સંભાવના છે. ભારતે તેમને મુક્ત કરવાની માગણી કરી છે.