“ચીનમાં 3.5 કરોડ પુરુષો લગ્નથી વંચિત” કહ્યું પાકિસ્તાન, કંબોડિયાથી લાવો દુલ્હન!
ભલે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચીનની ગણના થાય છે, પરંતુ ચીનને તેની વધુ વસ્તીની ઘણી સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ચીન વૃદ્ધ વસ્તી અને ઘટી રહેલા જન્મ દરની સમસ્યા સાથે કામ પાર પાડવા પ્રયાસ કરી રહેલા ચીનને બીજી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. દેશમાં અંદાજે 35 મિલિયન એટલે કે 3.5 કરોડ પુરૂષો બાકી છે અથવા જેમના માટે દુલ્હનની અછત છે. એક રિપોર્ટમાં આ અંગે રસપ્રદ દાવા કરવામાં આવ્યા છે.
હાલ ચીનમાં જે લૈંગિક અસમાનતાનો જે યુગ ચાલી રહ્યો છે તેની શરૂઆત દાયકાઓ જૂની ‘વન ચાઈલ્ડ પોલિસી’ બાદ શરૂ થયો છે. 2020 માં હાથ ધરાયેલી રાષ્ટ્રીય વસ્તી ગણતરી મુજબ, હાલ ચીનમાં પુરૂષોની સંખ્યા મહિલાઓ કરતાં લગભગ 3.4 કરોડ વધુ છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ચાઇના રૂરલ સ્ટડીઝના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનો જીવન સાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ડીંગ ચાંગફા નામના પ્રોફેસરે આ સંકટમાંથી બહાર આવવા માટે આંતરરાષ્ટ્રીય લગ્નો વધારવાનું સૂચન કર્યું છે. જેમાં યુવાનોને રશિયા, કંબોડિયા, વિયેતનામ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી દુલ્હન લાવવાનું વિચારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે “ગ્રામીણ ચીનમાં લગભગ 35 મિલિયન પુરુષો લગ્નથી વંચિત રહી ગયા છે અને તેમને કન્યા લાવવા માટે અનેક દબાણો કરવામાં આવી રહ્યા છે.