ઇન્ટરનેશનલ

મેક્સિકોને પહેલી વખત મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી સંભાવના, આ મહિનામાં ચૂંટણી

મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં જૂન મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે. મેક્સિકોમાં પ્રથમવાર મહિલા રાષ્ટ્રપતિ બને તેવી સંભાવના છે કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો મહિલાઓ છે. વર્તમાન રાષ્ટ્રપતિ આંદ્રેસ મેન્યુઅલ લોપેજે 30 સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડતા અગાઉ અંતિમ મહિનાઓમાં પણ નવી યોજનાઓનો પ્રસ્તાવ મુકવાનું ચાલુ રાખશે, જેમાં અનેક મોંઘી પરિયોજનાઓનો પણ સમાવેશ થાય છે.

મેક્સિકો સિટીના પૂર્વ મેયર લોપેજ ઓબ્રેડોરની પાર્ટીની ઉમેદવાર ક્લાઉડિયા શીનબામ મતદાનમાં લીડમાં છે. કોઇ અન્ય નાની પાર્ટીના ત્રીજા પુરુષ ઉમેદવારની જીતવાની સંભાવના ખૂબ જ ઓછી છે. વિપક્ષના ઉમેદવાર જોચિટલ ગૈલવેઝ છે. જે પણ ઉમેદવાર જીત મેળવશે તેના પર આર્થિક બોજ રહેશે.

મૂડીઝ એનાલિટિક્સના નિર્દેશક અલ્ફેડો કોટિનોએ કહ્યું કે આગામી સરકારને એક રાજકોષીય ખાધ ધરાવતો દેશને વારસામાં મળશે જે આગામી ટર્મમાં દાવપેચ માટેનું સ્થાન મર્યાદિત કરશે.વર્તમાન નાણાકીય નબળાઈને નિષ્ક્રિય કરવા માટે આવનારી સરકારને 2025માં નાણાકીય (ખર્ચ અથવા કર) સંચાલન યોગ્ય રીતે કરવું પડશે.”

લોપેઝ ઓબ્રાડોરે કહ્યું છે કે ઓફિસ છોડતા પહેલા જો અલાબામા સ્થિત ખાણકામ કંપની મેક્સિકો સામે ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ફરિયાદ જીતી જાય તો મેક્સિકન સરકારને 1.9 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button