ઇન્ટરનેશનલ

ચૂંટણી પહેલા મેક્સિકોના વેરાક્રુઝ રાજ્યમાં બીજા મેયર ઉમેદવારની હત્યા…

ટેક્સિસ્ટેપેક (મેક્સિકો): ગલ્ફ કોસ્ટ રાજ્ય વેરાક્રુઝમાં મેક્સિકોના શાસક પક્ષના મેયર ઉમેદવાર અને તેમની સાથે આવેલા ચાર અન્ય લોકોની બંદૂકધારીઓએ હત્યા કરી હતી, ૧ જૂનની ચૂંટણી પહેલા રાજ્યમાં આ પ્રકારનો બીજો સ્થાનિક ઉમેદવારનાં ખૂનનો બનાવ હોવાની અધિકારીઓએ પુષ્ટિ થઈ હતી. સોમવારે પાછળથી એવા અહેવાલો આવ્યા હતા કે રાજ્યના બીજા ભાગમાં બે ફેડરલ એજન્ટની હત્યા કરવામાં આવી હતી.

મોરેના પાર્ટીના ઉમેદવાર યેસેનિયા લારા ગુટીરેઝ પર હુમલો રવિવારે ત્યારે થયો હતો જ્યારે તે ટેક્સિસ્ટેપેકમાંથી સમર્થકોના કાફલાનું નેતૃત્વ કરી રહી હતી. અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા.

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની મોરેના પાર્ટીના વેરાક્રુઝ ગવર્નર રોસિયો નાહલેએ સોમવારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં લારા ગુટીરેઝની પુત્રીનો પણ સમાવેશ થાય છે. ટેક્સિસ્ટેપેક એ મહત્વપૂર્ણ પેટ્રોલિયમ ઉદ્યોગ બંદર કોટઝાકોઆલ્કોસથી ૨૦,૦૦૦ લોકોનું દક્ષિણપશ્ચિમમાં આવેલું શહેર છે.

કોઈ પણ (ચૂંટાયેલ) પદ માટે મરવા યોગ્ય નથી, એમ નાહલેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું અને ન્યાયનું વચન આપ્યું હતું. આગામી દિવસોમાં રાજ્યની તમામ શક્તિ હાજર રહેશે જેથી ચૂંટણીઓ મુક્ત અને લોકશાહી થાય,” એમ તેમણે જણાવ્યું હતું.

“લારા ગુટીરેઝ પ્રચાર દરમિયાન વેરાક્રુઝમાં માર્યા ગયેલા બીજા મેયર ઉમેદવાર હતા. ૨૯ એપ્રિલના રોજ, પ્રચારના પહેલા સત્તાવાર દિવસે, બંદૂકધારીઓએ વેરાક્રુઝના ઉત્તરીય ભાગમાં કોક્સક્વિહુઈમાં તેમના પ્રચાર મુખ્યાલયમાં ગવર્નિંગ પાર્ટીના જર્મન અનુઆર વેલેન્સિયાની હત્યા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button