ઇન્ટરનેશનલ

મેક્સિકોમાં ડ્રગ્સ માફિયાઓ વચ્ચે ઘર્ષણઃ 19 મૃતદેહ મળ્યાં

મેક્સિકો સિટીઃ દક્ષિણ મેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.

ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.

વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.

આ પન વાચો : Mexico Stage collapse: મેક્સિકોમાં ચૂંટણી પ્રચાર રેલીમાં મંચ તૂટ્યોઃ નવનાં મોત, 54 ઘાયલ

આ વિસ્તારમાં મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે. કાર્ટેલ છેલ્લા વર્ષથી દાણચોરીના બિઝનેસ પર નિયંત્રણ મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ચિયાપાસ રાજ્યમાં હિંસામાં વધારો થવાથી હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. મે મહિનામાં ગ્વાટેમાલાની સરહદથી લગભગ 125 કિમી દૂર લા કોનકોર્ડિયામાં એક પ્રચાર રેલીમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં મેયર પદના ઉમેદવાર અને અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો