ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Mexicoમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 19ના મોત

ઉત્તરી મેક્સિકોમાં એક મોટો અકસ્માત થયો હતો. પેસેન્જરથી ભરેલી બસ અને ટ્રક અથડાતા 19 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મેક્સિકોના નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 37 લોકોને લઈ જઈ રહેલી બસને માઝાટલાન અને લોસ મોચીસ શહેરો વચ્ચે અકસ્માત નડ્યો હતો. રાજ્ય સિવિલ ડિફેન્સ ઑફિસના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, માઝાટલાન નજીક અલોટા ટાઉનશિપમાં આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ અકસ્માત બાદ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. અકસ્માત બાદ કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાંની ભયાનકતાનો ખ્યાલ આવે છે. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી, બસ બળીને ખાખ થયા બાદ માત્ર સ્ટ્રક્ચર બચ્યું હતું.


અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઈમરજન્સી ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જેણે બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.


એક અહેવાલ મુજબ તાજેતરમાં દેશના ધોરીમાર્ગો પર માલવાહક ટ્રકોના અકસ્માતોમાં વધારો થયો છે. જુલાઈ 2023માં માર્ગ અકસ્માતમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં એક પેસેન્જર બસ દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં પહાડી માર્ગ પરથી લપસીને ખીણમાં પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button