ઇન્ટરનેશનલ

મેક્સિકોમાં ટ્રક સાથે ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગીઃ ૪૧નાં મોત…

મેક્સિકો સિટીઃ દક્ષિણ મેક્સિકોમાં એક માર્ગ અકસ્માતમાં ૪૧ લોકોના મોત થયા હતા. કાન્કુનથી ટાબાસ્કો જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળી હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી.

Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

બસમાં ૪૮ મુસાફરો સવાર હતા. બસમાં સવાર ૩૮ મુસાફરો અને બે ડ્રાઇવરના મોત નીપજ્યા હતા. તેમજ ટ્રકના ડ્રાઇવરનું પણ મોત થયું હતું. આ જાણકારી મેક્સિકોના ટાબાસ્કો રાજ્યની સરકારે આપી હતી.

ટાબાસ્કોના અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૩૮ મૃતદેહો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી પુરાવા મેળવવાનું કામ ચાલુ છે. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક નિવદેનમાં અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે જે બન્યું તેના માટે ખૂબ જ દુઃખ છે. અમે અધિકારીઓ સાથે મળીને અકસ્માત પાછળના કારણોની તપાસ માટે કામ કરી રહ્યા છીએ અને શું બસ ગતિ મર્યાદાની અંદર ચાલી રહી હતી કે નહીં.

બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ વધુમાં જણાવ્યું કે જાહેર મંત્રાલયે અમને જાણ કરી છે કે તપાસ કેમ્પેચેના કેન્ડેલેરિયા મ્યુનિસિપાલિટીની પ્રોસિક્યુટર ઓફિસમાં હાથ ધરવામાં આવશે. તેથી અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને સંબંધીઓએ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે આ વિભાગમાં જવું પડશે.

Also read : Pakistan એ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, શાહબાઝ શરીફે ભારતને વાતચીતની વિનંતી કરી

ટાબાસ્કો સરકારના સચિવ રામિરો લોપેઝે જણાવ્યું કે અધિકારીઓ ટૂંક સમયમાં મૃતકોની સંખ્યા અને તેમની ઓળખ અંગે અંતિમ માહિતી આપશે. તેમજ બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને તેમના નિવાસ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button