ન્યૂ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નેવીનું જહાજ અથડાયું, 19 લોકો ઘાયલ

ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક શહેરમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મેક્સીકન નેવીનું એક જહાજ પ્રચાર ટૂર દરમિયાન બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દુઘટનામાં જહાજના ત્રણ માસ્ટનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર દુર્ઘટના મામલે ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
મેક્સીકન નેવીના આ જહાજમાં કુલ 200 લોકો સવાર હતા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મેક્સીકન નેવીમાં કુલ 277 લોકો સવાર હતા. જેમાંથી 19 લોકોને ઈજાઓ થઈ છે. એટલું જ નહીં પરંતુ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે ઘડનાની વિગતો આપતા મીડિયાને જણાવ્યું હતો કે, આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે.
19 લોકોને સામાન્ય ઈજાઓ થઈ જ્યારે 4ની હાલત વધારે ગંભીર
જોકે, આ અકસ્માતમાં 142 વર્ષ જૂના પુલને કોઈ મોટું નુકસાન થયું નથી. આ અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પુલના ડેક સાથે અથડાયા પછી જહાજના માસ્ટ તૂટતા અને આંશિક રીતે તૂટી પડતા જોઈ શકાય છે. તમામ લોકોને સારવાર માટે નેવી યાર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે, તેના કારણે જહાજને મોટા પ્રમાણમાં નુકસાન કયું હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીઓ નિમણૂક! બન્નેનો આતંકી સંગઠન સાથે સંબંધ