ઇન્ટરનેશનલ

ઈઝરાયલના આદેશ બાદ એ 8000 પોસ્ટ ડિલિટ કરશે મેટા અને ટિકટોક, જાણો શું છે આખો મામલો…

આશરે દોઢ મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ બાદ હમાસ અને ઈઝરાયલ બંને યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. અમેરિરકાએ ગાઝામાં પાંચ દિવસના યુદ્ધવિરામના બદલામાં ડઝનબંધ બંધકોને મુક્ત કરાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સમજૂતી થઈ છે.

આ મામલે મળી રહેલી માહિતી પ્રમાણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની આગેવાની હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા હમાસ સાથે યુદ્ધવિરામના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને આ દરમિયાન ઈઝરાયલે મેટા અને ટિકટોકને યુદ્ધ સંબંધિત 8000 જેટલી પોસ્ટને ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઇઝરાયલી સ્ટેટ પ્રોસિક્યુટર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેટા અને ટિકટિકો પર કરવામાં આવેલી આ બધી પોસ્ટ કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કરે છે. એજન્સીનું એનું માનવું છે કે તેણે મોટી સોશિયલ સાઇટ્સ પર ફ્લેગ કરેલી 94 ટકા જેટલું કન્ટેન્ટ હટાવી દેવામાં આવી છે.

ઇઝરાયલના પ્રોસિક્યુટર ઓફિસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ તમામ પોસ્ટમાં હિંસા અને આતંકવાદનો પ્રોત્સાહન આપતું કન્ટેન્ટ છે. આ બધું કન્ટેન્ટ અલગ અલગ ગ્રુપ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટિકટોક પર એવા ઘણા બધા વીડિયો ઉપલબ્ધ છે કે જેમાં હમાસની પ્રશંસા કરતાં અને વખાણ કરતાં ગીતો જોવા અને સાંભળવા મળે છે. આ મામલે ટિકટોકે એવું જણાવ્યું છે કે ઈઝરાયલના આદેશ બાદ તમામ પોસ્ટ દૂર કરવામાં આવી છે.

જોકે આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ડિલિટ કરવામાં આવી છતાં પણ હમાસને ટેકો આપતું ઘણું બધું કન્ટેન્ટ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગુગલ, ટિકટોક અને ફેસબુક હમાસ સહિતના આતંકવાદી જૂથોને પ્રોત્સાહન આપતી તમામ સામગ્રી પર પ્રતિબંધ મૂકે છે, કારણ કે યુએસએ હમાસને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button