ઓસ્ટ્રિયાની સ્કૂલમાં ભીષણ ફાયરિંગ: અનેકનાં મોત

ગ્રાઝ: ઓસ્ટ્રિયામાં સ્કૂલમાં ગોળીબાર થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સામેલ છે. શંકાસ્પદ પણ વિદ્યાર્થી હતો, તેણે ખૂદને ગોળી મારી હતી. પોલીસે કહ્યું કે, સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ સવારે 10 વાગ્યાથી શહેરમાં મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે કહ્યું કે, અનેક લોકોના મોત થયા છે. પરંતુ સંખ્યા જણાવી નહોતી. ઘટનામાં કેટલા વિદ્યાર્થી અને કેટલા શિક્ષક હતા તે જણાવાયું નથી. સામૂહિક ગોળીબારની ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા અંગે પુષ્ટિ થઈ નથી.
ક્યાં બની ઘટના
માસ ફાયરિંગની ઘટના બોર્ગ ડ્રેયર્સચુટજેનગેસ હાઈ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યુ થયા છે. શૂટરે આત્મહત્યા કરી હોવાનો પણ દાવો કર્યો હતો. જોકે સત્તાધીશો દ્વારા હજુ તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ પ્રવક્તા સબરી યોરગુને કહ્યું કે, સ્થાનિક સમય મુજબ સવારે 10 કલાકે ફોન આવ્યા બાદ વિશેષ દળોને હાઈ સ્કૂલ મોકલ્યા હતા. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. સવારે 11.30 કલાકે ગ્રાજ પોલીસે એક્સ પર લખ્યું, સ્કૂલને ખાલી કરાવી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ – કર્મચારીઓને સુરક્ષિત સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે.
ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે
ગ્રાઝમાં 3 લાખથી વધુ વસતી છે. જે દેશની રાજધાની વિયનાથી લગભગ 200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ સ્થિત છે. જે ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે.
આપણ વાંચો: કેટરિના કૈફ બનશે માલદીવ્સ ટુરિઝમની ગ્લોબલ એમ્બેસેડર: ભારત સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ?
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં સ્કૂલ ફાયરિંગ એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા છે. આ ઘટનાઓમાં નિર્દોષ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના જીવ ગુમાવે છે. છેલ્લા 5 વર્ષમાં અમેરિકાની 100થી વધુ શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. 2021માં, અમેરિકાની 34 શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ બની હતી. 2022માં 27 શાળાઓમાં ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ હતી. મોટાભાગે ટેક્સાસની સ્કૂલોને નિશાન બનાવવામાં આવે છે.