ઇન્ટરનેશનલ

મંગળ ગ્રહ પરથી મળેલા સૌથી મોટા ખડકની હરાજી કરાશે, જાણો કયારે અને કેવી રીતે મળ્યો હતો…

ન્યુયોર્ક: પૃથ્વી પરથી મળેલા મંગળ ગ્રહના સૌથી મોટા 25 કિલો ગ્રામના ખડકની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. આ ખડકની અંદાજીત હરાજી કિંમત 20 લાખથી 40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ન્યુ યોર્કમાં સોથબી ઓક્શન હાઉસ પ્રાકૃતિક ઇતિહાસ-થીમ આધારિત હરાજીના ભાગ રૂપે બુધવારે “NWA 16788” ના નામે તેની હરાજી કરશે.

આ ખડક નવેમ્બર 2023માં નાઇજરમાં મળી આવ્યો
હરાજી ગૃહ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ ઉલ્કાપિંડ એક વિશાળ લધુ ગ્રહ સાથે અથડાયો હશે. જે મંગળની સપાટી પરથી ઉડીને 140 કરોડ માઇલની મુસાફરી કરીને પૃથ્વી પર પહોંચ્યો હશે. જ્યાં સહારાના રણમાં પડ્યો હતો. સોથેબીનું કહેવું છે કે મંગળ ગ્રહનો આ ખડક નવેમ્બર 2023 માં નાઇજરમાં મળી આવ્યો હતો.

મંગળ ગ્રહ સામગ્રીના લગભગ સાત ટકા
જયારે હરાજી ગૃહ અનુસાર લાલ, ભૂરા અને ભૂખરા રંગનો આ ખડક પૃથ્વી પર પહેલા મળેલા મંગળ ગ્રહના સૌથી મોટા ખડક કરતા લગભગ 70 ટકા મોટો છે અને તે હાલમાં આ ગ્રહ પર હાજર તમામ મંગળ ગ્રહ સામગ્રીના લગભગ સાત ટકા છે. સોથેબી ખાતે વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસના ઉપપ્રમુખ કેસાન્ડ્રા હેટનએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,આ અમને મળેલો મંગળ ગ્રહનો સૌથી મોટો ખડક છે. આ એક દુર્લભ શોધ પણ છે.

પુષ્ટિ થઈ કે તે મંગળનો ખડક
હરાજી ગૃહ સોથેબીએ જણાવ્યું છે કે, પૃથ્વી પર મળી આવેલા 77,000 થી વધુ સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત ઉલ્કાઓમાંથી ફક્ત 400 મંગળ ગ્રહની ઉલ્કાઓ છે. હેટને કહ્યું કે લાલ ગ્રહના અવશેષોનો એક નાનો ખડક લેવામાં આવ્યો હતો અને તેને એક ખાસ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પુષ્ટિ થઈ હતી કે તે મંગળનો ખડક છે.

મેગ્માની ધીમી ઠંડકથી બનેલો એક પ્રકારનો ખડક
તેમણે કહ્યું કે તેની સરખામણી વર્ષ 1976માં મંગળ ગ્રહ પર ઉતરાણ કરનારા વાઇકિંગ અવકાશયાન દરમિયાન શોધાયેલા મંગળના ઉલ્કાના લાક્ષણિક રાસાયણિક બંધારણ સાથે કરવામાં આવી છે. તેમજ તપાસમાં જાણવા મળ્યું છે કે તે “ઓલિવિન-માઇક્રોગેબ્રોઇક શેરગોટાઇટ” છે. જે મંગળ ગ્રહના મેગ્માની ધીમી ઠંડકથી બનેલો એક પ્રકારનો ખડક છે.

આ પણ વાંચો…મંગળ ગ્રહ પર માનવ વસવાટનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા, Starship નું સફળ પરીક્ષણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button