માર્ક ઝુકરબર્ગનું મોટું નિવેદન, એઆઈની મદદથી એક વ્યક્તિ કરી શકશે સમગ્ર ટીમનું કામ

કેમ્બ્રિજ: સમગ્ર વિશ્વમાં વધી રહેલા એઆઈના ઉપયોગથી અનેક પ્રકારની સુવિધામાં વધારો થયો છે. તેવા સમયે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આગામી સમયમાં એઆઈની મદદથી એક વ્યક્તિ હવે આખી ટીમ જેટલું જ કામ કરી શકશે. જે આગામી દિવસોમાં એઆઈના લીધે વધનારી બેરોજગારીના સીધા સંકેત આપે છે.
એઆઈ લોકો માટે એક સહાયક સાધન બની ગયું
માર્ક ઝુકરબર્ગેના જણાવ્યા અનુસાર હાલ જે કામ 5 થી 10 લોકો મળીને કરતા હતા તે કામ હવે એઆઈની મદદથી એકલો કરી શકશે. તેમજ એઆઈ લોકોની ઉત્પાદકતા એટલી વધારી દેશે કે ટીમોની જરૂર નહી પડે. માર્ક ઝુકરબર્ગે મેટાની એક મીટિંગ દરમિયાન આ વાત કહી હતી. જ્યાં તેમણે કંપનીના ભવિષ્ય અને એઆઈ યોજનાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે એઆઈ ફક્ત એક સાધન નથી. પરંતુ એક સહાયક સાધન બની ગયું છે જે માનવીઓ સાથે મળીને સમગ્ર કાર્યને સંભાળી શકે છે.
મેટામાંથી છટણીના કોઈ સંકેત નહી
જોકે, માર્ક ઝુકરબર્ગે મેટામાંથી છટણીના કોઈ સંકેત આપ્યા નથી. પરંતુ તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે વધુ લોકોને નોકરી પર રાખવાને બદલે વધુ સક્ષમ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. મેટા છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કર્મચારીઓને છટણી કરી ચૂક્યું છે. એઆઈ અંગેનું આ નિવેદન કર્મચારીઓની ચિંતામાં વધુ વધારો કરી રહ્યું છે. કંપની હવે એવા કર્મચારીઓને પ્રાથમિકતા આપી રહી છે જે એઆઈ સાથે કામ કરી શકે, સમજી શકે અને અસરકારક રીતે ઉપયોગ કરી શકે.
આ પણ વાંચો ટ્રમ્પની અપીલ પુતિને માની: યુક્રેન પર 1 ફેબ્રુઆરી સુધી હુમલા રોકવા રશિયા સહમત



