ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

કેનેડાને મળશે નવા વડાપ્રધાન, લેબર પાર્ટીએ કરી જસ્ટિન ટ્રુડોના ઉત્તરાધિકારીની જાહેરાત…

ઓટાવા: છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોથી ઘેરાયેલા રહેલા કેનેડાના વાળા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Justin Trudeau) જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, હાલ તેઓ કાર્યકારી વડાપ્રધાન છે. પરંતુ હવે કેનેડાને નવા વડાપ્રધાન મળવાના છે, લિબરલ પાર્ટીએ સર્વાનુમતે પક્ષના નેતા તરીકે માર્ક કોર્ની (Mark Carney) પસંદગી કરી છે. કોર્ની હવે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. કોર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર પદ પર રહી ચુક્યા છે.

Also read : Justin Trudeau વિદાય ભાષણમાં ભાવુક થયા, રડતા રડતા કહ્યું મેં હંમેશા કેનેડાને પ્રથમ રાખ્યું

કોર્નીને મળ્યું પ્રચંડ સમર્થન:
રવિવારે યોજાયેલી ચૂંટણીમાં લિબરલ પાર્ટીના લગભગ 1 લાખ 52 હજાર સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. કોર્નીના સમર્થનમાં લગભગ 86 ટકા મત પડ્યા હતાં. પાડોશી દેશ યુએસએ કેનેડા પર ટેરિફ લગાવી ટ્રેડ વોર શરુ કરી છે અને કેનેડામાં આ વર્ષે ચૂંટણી યોજવાની છે, ત્યારે કોર્નીની ભૂમિકા મહત્વની રહેશે.

લેબર પાર્ટીએ પાર્ટીના નેતા તરીકે તેમના નામની જાહેર કરતાની સાથે જ કોર્ની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર વાટાઘાટો કરશે અને ટેરિફના વિવાદને યોગ્ય રીતે હેન્ડલ કરશે.

ટ્રુડોએ લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દેતાં પક્ષને આ ચૂંટણી યોજવી પડી હતી. કોર્નીના વડાપ્રધાન બનતાની સાથે જ કેનેડામાં ટ્રુડોના 9 વર્ષના શાસનનો અંત આવશે.

કોણ છે માર્ક કોર્ની?

NPR

માર્ક કોર્નીનો રાજકીય ઇતિહાસ રહ્યો નથી, તેઓ ક્યારેય કોઈ ચૂંટણી લડ્યા નથી. મહત્વની વાત એ છે કે કોઈપણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના કેનેડાના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે.

માર્ક કોર્નીનો જન્મ 1965 માં ફોર્ટ સ્મિથમાં થયો હતો. હાર્વર્ડમાંથી સ્નાતક થયા બાદ તેમણે ગોલ્ડમેન સૅક્સમાં 13 વર્ષ સુધી કામ કર્યું. 2003 માં, તેઓ બેંક ઓફ કેનેડાના ડેપ્યુટી ગવર્નર બન્યા. વર્ષ 2004 માં, તેમને નાણાં મંત્રાલયમાં જવાબદારી સોંપવામાં આવી અને 2008 માં તેઓ ફરીથી ગવર્નર બન્યા.

Also read : ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?

કોર્નીએ 2008-2009 ના આર્થિક સંકટ દરમિયાન કેન્દ્રીય બેંકની આગેવાની કરી. વર્ષ 2013 માં તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્યા. તેઓ બે G7 બેંકોના વડા બનનારા પ્રથમ વ્યક્તિ છે. 2020 માં બેંક ઓફ ઈંગ્લેન્ડ છોડ્યા પછી તેઓ નાણા અને આબોહવા પરિવર્તન માટે યુએન રાજદૂત બન્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button