Manmohan Singh ના નિધન પર રશિયાએ શોક વ્યક્ત કર્યો, કહ્યું દ્વિપક્ષીય સંબંધોમાં યોગદાન અતુલનીય
નવી દિલ્હી : દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના(Manmohan Singh)નિધન પર ભારત સહિત દેશ વિદેશના મહાનુભાવોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેમાં ઘણા દેશોએ પણ પૂર્વ વડાપ્રધાનને સતત શ્રદ્ધાંજલિ અને શોક સંદેશ મોકલી રહ્યા છે. આ સંદર્ભમાં રશિયાએ પણ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ડૉ. મનમોહન સિંહનું નિધન એ ભારત અને રશિયા માટે અત્યંત દુઃખ અને શોકની ક્ષણ છે.
ડો.મનમોહન સિંહનું યોગદાન અતુલનીય
તેમણે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ડૉ.મનમોહન સિંહના યોગદાનને પણ યાદ કર્યું. રશિયાના રાજદૂતે કહ્યું કે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ડો.મનમોહન સિંહનું યોગદાન અતુલનીય છે. રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાનનું સૌમ્ય વર્તન હંમેશા પ્રિય હતું. અર્થશાસ્ત્રી તરીકે તેમની કુશળતા અને ભારતની પ્રગતિ
માટે તેમની પ્રતિબદ્ધતા નિર્વિવાદ હતી. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર અને ભારતીય લોકો સાથે છે. ઓમ શાંતિ
યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીમાં મહત્વની ભૂમિકા
આ ઉપરાંત અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. બ્લિંકને કહ્યું કે મનમોહન સિંહે યુએસ-ભારત સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતમાં આર્થિક સુધારાને આગળ ધપાવવા અને યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમેરિકા અને ભારતને નજીક લાવવાના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. જેમાં યુએસ-ભારત નાગરિક પરમાણુ સહકાર કરાર દ્વારા પણ સામેલ છે.
આ પણ વાંચો : મનમોહન સિંહના યોગદાનને ભારત હંમેશા યાદ રાખશે: આરએસએસ
આર્થિક નીતિઓની પ્રશંસા કરી હતી
જ્યારે જર્મનીનાં ભૂતપૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ ડૉ. મનમોહન સિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે X પર પોસ્ટ કરીને તેમની આર્થિક નીતિઓની પ્રશંસા કરી હતી. 2005થી 2021 વચ્ચે જર્મનીના ચાન્સેલર રહેલા એન્જેલા મર્કેલે ફ્રીડમ મેમોઇર્સ (1954-2021)માં કહ્યું છે કે તેઓ પહેલીવાર એપ્રિલ 2006માં મનમોહન સિંહને મળ્યા હતા. જ્યારે તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું.