લોકોને કમાલ કમાલના સ્ટંટ કરવાની ઘેલછા હોય છે. નામ કમાવવા માટે કેટલાક લોકો વાળ વધારે છે તો કોઇ દાઢી, મુછ, નખ વધારે છે, કોઇ અવનવા કરતબ કરીને લોકોમાં પ્રસિદ્ધિ પામે છે.
પરંતુ આ દિવસોમાં એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ વ્યક્તિની ગરદન જોઈને તમને એવું લાગશે કે તે લોખંડનું બનેલી છે અને ક્યારેય તૂટી શકે નહીં! આ માણસે રેફ્રિજરેટરને તેના માથા પર મૂકીને સંતુલિત કર્યું છે. તેને જોઈને લોકો દુનિયાની સૌથી મજબૂત ગરદનવાળા વ્યક્તિ તરીકે બોલાવે છે, જો કે, તેના નામે આવો કોઈ રેકોર્ડ નથી.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @barstoolsports પર અવારનવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો (મેન બેલેન્સ ફ્રિજ ઓન નેક) શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ માથા પર ફ્રિજ રાખીને બેલેન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ બધું કામ તે સાઈકલ ચલાવીને કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો અમેરિકાના ન્યૂયોર્ક સિટીનો જણાવવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ લેડીઝ સાયકલ ચલાવી રહ્યો છે, તેણે તેના માથા પર ફ્રિજ મૂક્યું છે અને તે સાયકલને પેડલિંગ કરી રહ્યો છે. તેનું સંતુલન અદ્ભુત લાગે છે. લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના અનોખા પરાક્રમનો વીડિયો પણ બનાવી રહ્યા છે.
આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું હતું કે આ વીડિયોરિઅલ ન હોઈ શકે કારણ કે તે અશ્ક્ય હતો! જ્યારે એકે કહ્યું હતું કે આ વ્યક્તિની ગરદન પ્રખ્યાત રેસલર કર્ટ એન્ગલ જેટલી મજબૂત દેખાતી હતી. અન્ય એકે કહ્યું હતું કે આફ્રિકામાં આ બધું સામાન્ય છે. એકે કહ્યું, “હું ઈચ્છું છું કે મારી ગર્લફ્રેન્ડ સાથેનો મારો સંબંધ પણ આ વ્યક્તિ જેવો મજબૂત બને.”