ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ
Cyber attack in Maldives: માલદીવમાં મેજર સાયબર એટેક! મોડી રાતથી સરકારી ‘Website’ ઠપ્પ
માલદીવમાં સરકારી વેબસાઈટ્સ પર મેજર સાઈબર એટેક કરવામાં આવ્યો હોવાની આશંકા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત ઘણી સરકારી વેબસાઇટ્સ શનિવારે મોડી રાત્રે ડાઉન થઈ ગઈ હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, આની પાછળ સાયબર હુમલાની આશંકા છે. જો કે, રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઇટ ટૂંક સમયમાં રીસ્ટોર કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ સિવાય વિદેશ મંત્રાલય અને પર્યટન મંત્રાલયની વેબસાઈટ હજુ પણ ડાઉન છે. આ બંને વેબસાઈટ ખોલવા પર એક એરર મેસેજ આવી રહ્યો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, શંકાસ્પદ સાયબર હુમલાના કારણે વેબસાઇટ્સ બંધ કરવામાં આવી છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય વતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કાર્યાલયની વેબસાઈટ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. NCIT અને અન્ય એજન્સીઓ આના ઉકેલ માટે કામ કરી રહી છે.