ઇન્ટરનેશનલનેશનલ

ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના વખાણ કર્યા….

બેજિંગઃ માલદીવના રાષ્ટ્રપતિ ચીનની પાંચ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ચીનની પ્રશંસા કરી અને તેને માલદીવનું મૂલ્યવાન અને અભિન્ન સાથી ગણાવ્યું. ચીન તરફી મુઈઝુએ તેમની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ફુજિયનમાં પ્રાંતીય અધિકારીઓને મળ્યા હતા. ચીન જવાના એક દિવસ પહેલા તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રધાનોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધી ગયો છે ત્યારે સહુ કોઈ જાણે છે કે ભારત માલદીવનો પાડોશી દેશ છે અને ઘણા પ્રોજેક્ટ્સમાં ભાગીદાર રહ્યો છે. તેમ છતાં હજુ પણ મુઈઝુ ભારતનો વિરોધ કરવામાં વ્યસ્ત છે. તેમણે તેને વિદેશી રાષ્ટ્રની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત ગણાવી અને કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ યોજનાને માલદીવમાં મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ તરીકે વિકસાવ્યો છે.

જો કે ચીને હજુ સુધી તેમની સત્તાવાર મુલાકાતનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. ચીનના વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે તેઓ તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે વાતચીત કરશે અને અનેક કરારો પર હસ્તાક્ષર કરશે. મુઇઝુએ ચાઇના કોમ્યુનિકેશન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે માલદીવમાં પ્રોજેક્ટ્સનું સંચાલન કરે છે. બાદમાં તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ફુજિયન પ્રાંત એકમના સેક્રેટરી ઝોઉ જુઈ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યાં તેમણે બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારે માલદીવ સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું હતું કે માલદીવ અને ચીન વચ્ચેના સંબંધો હવે સારા થઈ રહ્યા છે.

આ ફરાંત સેન્ટ્રલ એરપોર્ટ અને કોમર્શિયલ પોર્ટના વિસ્તરણ માટેના તેમના વિઝનને સમજાવતા માલદીવના રાષ્ટ્રપતિએ એ એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે તેમની સરકાર બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ ભાગીદારી કરવા આતુર છે. રાષ્ટ્રપતિએ ચીન અને માલદીવ વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર વિશે પણ જણાવ્યું હતું.

મુઇઝુની આ મુલાકાત ઘણી ખાસ છે. કારણ કે મુઈઝુ પહેલાના તમામ રાષ્ટ્રપતિઓ પદ સંભાળ્યા બાદ સૌથી પહેલા ભારતની મુલાકાતે આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ મુઈઝુ સૌથી પહેલા તુર્કી ગયા હતા. તેમજ મુઇઝુએ ચીનની મુલાકાત એવા સમયે લીધી છે જ્યારે માલદીવના એક સાંસદે તેમને હટાવવા માટે કહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button